Aapnu Gujarat
મનોરંજન

સેક્સી કિમ કરદાશિયા ટુંક સમયમાં ભારત આવી શકે

વિશ્વની સૌથી મોંઘી સેલિબ્રિટી અને હમેંશા ચર્ચામાં રહેતી ખુબસુરત કિમ કરદાશિયા હવે ટુંક સમયમાં જ ભારત આવવાની યોજના ધરાવે છે. કિમે પોતાની ભારત આવવા માટેની ઇચ્છા હાલમાં જાહેર કર્યા બાદ તેના કરોડો ભારતીય ચાહકોમાં ઉત્સુકતા વધી ગઇ છે. બીજી બાજુ ડિઝાઇનર અનાઇતા શ્રોફ અડજાનિયા પણ ટુંકમાં ભારત આવવાની ઇચ્છા ધરાવે છે. અડજાનિયાએ વોગ ઇન્ડિયાના માર્ચ ૨૦૧૮માં કવર માટે કિંમને સ્ટાઇલ બતાવી હતી. તેનુ કહેવુ છે કે કિંમ ખુબ જ ખુબસુરત અને જમીન સાથે જોડાયેલી સેલિબ્રિટી છે. ચેનલ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે અડજાનિયાએ ટીવી શો વીએચ૧ ઇન્સાઇટ એક્સેસનો હિસ્સો બનવાના ગાળા દરમિયાન પોતાના કેટલાક અનુભવની તમામ ચાહકો સાથે આપલે કરી હતી. અડજાનિયાએ કહ્યુ છે કે કિમ શાનદાર છે. તેને ૧૦ મિનિટ લેટ થવા બદલ તમામની માફી પણ માંગી હતી. તેનુ કહેવુ છે કે તે ટુંક સમયમાં જ ભારત આવશે. મેગેજિનના કવર પર કિમે દેશી પૌષાક અને ભારતીય દાગીના પહેર્યા છે. કિમ કરદાશિયા વિશ્વની સૌથી મોંઘી સેલિબ્રિટી તરીકે છે. તાજેતરના વર્ષોમાં કિમ કરદાશિયા ઓનલાઇન અને સોશિયલ હાજરી ધરાવે છે. ટ્‌વીટર અને ઇન્સ્ટાગ્રામ પર તેના લાખો ચાહકો છે. તેના નામ પર તે શ્રેણીબદ્ધ પ્રોડક્ટસ ધરાવે છે. વર્ષ ૨૦૧૫માં રેપર કાનિયા વેસ્ટ સાથે તેના સંબંધના કારણે પણ તે જાણીતી રહી હતી. બન્નેએ વર્ષ ૨૦૧૪માં તેને લગ્ન કર્યા હતા. તેમના ત્રણ બાળકો રહેલા છે. ટાઇમ મેગેઝિનની ૧૦૦ પ્રભાવશાળી લોકોની યાદીમાં તે સામેલ રહી છે. તેની કમાણી પણ રેકોર્ડ રહી છે.

Related posts

સારા સાવધાનીપૂર્વક ફિલ્મો સાઇન કરવા માટે ઇચ્છુક

aapnugujarat

રજનિકાંતની સાથે હુમા કુરેશી રોમાન્સ કરતી દેખાશે

aapnugujarat

રણબીર ફ્રેન્ડ કરતા પણ વધુ હોવાની આલિયાની કબુલાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1