Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સહારાનું રણ : ૧૦૦ વર્ષમાં ૯ લાખ વર્ગ કિ.મી. વિસ્તારમાં વધુ ફેલાયું

અમેરિકાની મેરિલેન્ડ યૂનિવર્સિટીમાં કરવામાં આવેલા એક રિસર્ચમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. વિશ્વના સૌથી મોટા રણના વિસ્તારમાં ૧૦ ટકા જેટલો વધારો થયો છે. આ રિસર્ચ ગત ૧૦૦ વર્ષના આંકડાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. જે આંકડાઓ સામે આવી રહ્યાં છે તે મુજબ સહારા રણનો વિસ્તાર છેલ્લા ૧૦૦ વર્ષમાં ૯ લાખ વર્ગ કિલોમીટર ક્ષેત્રફળ વધી ગયો છે.વૈજ્ઞાનિકો આ ઘટના માટે ગ્લોબલ વોર્મિંગને જવાબદાર ગણાવી રહ્યાં છે. રિસર્ચ કરનારી ટીમનું કહેવું છે કે, ધરતીનું તાપમાન વધવાને કારણે રણનું ક્ષેત્રફળ વધી રહ્યું છે. રિસર્ચ ટીમે વર્ષ ૧૯૨૦થી ૨૦૧૩ સુધીમાં થયેલા સિઝનલ વરસાદના આંકડાઓનું એનાલિસીસ કર્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, સહારા રણની આસપાસના ઘણા એવા વિસ્તારો છે, જે પહેલા રણ પ્રદેશ ન હતો, પરંતુ હવે ૧૦૦ ટકા રણમાં પરિવર્તન પામ્યો છે.રિસર્ચમાં એ વાત પણ જણાવવામાં આવી છે કે, આફ્રિકામાં ગરમીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. જેથી ત્યાંના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેતી ઉપર પણ તેની વિપરિત અસર જોવા મળી છે. આગામી સમયમાં તેનું પરિણામ સમગ્ર વિશ્વ પર જોવા મળશે. વૈજ્ઞાનિકોએ ચેતવણી ઉચ્ચારી છે કે, અનિયમિત થઈ રહેલો વરસાદ રણ વિસ્તારમાં વધારો કરવામાં મુખ્ય ભાગ ભજવી રહ્યો છે.

Related posts

ચીન દ્વારા જાહેર કરાયું રક્ષા બજેટ, ૮.૧ ટકાનો વધારો કરાયો

aapnugujarat

ઓસ્ટ્રેલિયાએ ગોલ્ડન વિઝા આપવાનું બંધ કરી દીધું

aapnugujarat

Attacks on tankers in the Gulf of Oman are baseless : Iran

aapnugujarat

Leave a Comment

UA-96247877-1