Aapnu Gujarat
રમતગમત

ઓસ્ટ્રેલિયા માટે ફરી વાર નહીં રમી શકું : ડેવિડ વોર્નર

ોસ્ટ્રેલિયાના પૂર્વ વાઈસ કેપ્ટન અને બેટ્‌સમેન ડેવિડ વોર્નરે શનિવારે બોલ ટેમ્પરિંગ વિવાદ પર ફેન્સ પાસે માફી માગી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વોર્નરે કહ્યું કે, તેને નથી લાગતું હવે તે ૧ વર્ષનો પ્રતિબંધ હટ્યા પછી આંતરરાષ્ટ્રીય સ્તર પર કદી ઓસ્ટ્રેલિયા માટે રમી શકશે. અત્રે નોંધનિય છે કે, ઓસ્ટ્રેલિયાના ત્રણ પ્લેયર્સ કેપ્ટન સ્ટીવ સ્મિથ, વાઈસ કેપ્ટન ડેવિડ વોર્નર અને બેટ્‌સમેન કેમરન બેનક્રોફ્‌ટ પર કેપ્ટાઉન ટેસ્ટમાં યોજનાબદ્ધ રીતે બોલ ટેમ્પરિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ મામલે ત્રણેય પ્લેયર્સને દોષિત જાહેર કર્યા છે.
સ્મિથ અને વોર્નર પર ૧-૧- વર્ષનો બેન લગાવવામાં આવ્યો છે, જ્યારે બેનક્રોફ્‌ટ પર ૯ મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસોમાં બોલ ટેમ્પરિંગ મામલે જોડાયેલી આ ચોથી પ્રેસ કોન્ફરન્સ છે. આ પહેલા ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથ અને બેનક્રોફ્‌ટ પણ આ પ્રમાણેની કોન્ફરન્સ કરી હતી. બંનેએ બોલ ટેમ્પરિંગમાં તેઓ સંકળાયેલા હોવા બાબતે તેમના ફેન્સ અને પ્રશંસકોની માફી માગી હતી. આગામી દિવસોમાં હું જાણવાનો પ્રયત્ન કરીશ કે આ બધુ કેવી રીતે થઈ ગયું અને હું કોણ છું? આ દરમિયાન હું મારી જાતને બદલવા માટે એક્સપર્ટની સલાહ પણ લેતો રહીશ. સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડ પર રાખવામાં આવેલી કોન્ફરન્સમાં વોર્નરે કહ્યું કે, હવે તેને ખૂબ ઓછી આશા છે કે, તેને ફરી દેશ માટે રમવાનો મોકો મળશે. વોર્નરે કહ્યું હતું કે, ’હું એ વાત માની ચૂક્યો છું કે હવે કદાચ આ ફરી નહીં થાય.’

Related posts

Kareena inaugurates T20 World Cup trophy

aapnugujarat

ભારતે પ્રથમવાર ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી

aapnugujarat

સચિને કહ્યું, ઇન્ટરનેશનલ કરિયરમાં બે વાતનો હંમેશા રહેશે અફસોસ

editor

Leave a Comment

UA-96247877-1