Aapnu Gujarat
મનોરંજન

મોટી ફિલ્મને ના કહેવું ખુબ જ મુશ્કેલ : સોનમ

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરે એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, એક અદાકારની દ્રષ્ટિએ દરેક સ્ક્રીપ્ટમાં પોતાની મજબૂત ભૂમિકા શોધવી ખુબ જ મુશ્કેલ કામ હોય છે. એવી જ રીતે મુશ્કેલ હોય છે કે કોઇપણ મોટી ફિલ્મમાં એક નાની ભૂમિકા માટે ન કહી શકાય. કારણ કે જ્યારે તે ફિલ્મ સફળ થાય છે ત્યારે તેનો અફસોસ થાય છે. કેટલીક વાર મોટી ફિલ્મોમાં ભજવવામાં આવેલી નાની-નાની ભૂમિકાઓના કારણે આગામી દિવસોમાં કામ મળી રહે છે. સિનેમાં અને સામાજિક જવાબદારી અંગે જણાવ્યું હતું કે, સિનેમાની દૂરગામી અસર થાય છે, જેથી કલાકારોએ તેમની જવાબદારી સમજવી જોઇએ. સિનેમાની માનસિકતા પર ખુબ મોટી અસર થાય છે જેથી આપણએ તેમને જવાબદાર ગણી છીએ. સોનમ કપૂરે જણાવ્યું હતું કે, મને નથી લાગતું કે એક ફિલ્મમાં કોઇપણ ભૂમિકાની લંબાઈ મહત્વ રાખે છે. તેમા એ મહત્વ રાખે છે તે કેટલી સશક્ત ભૂમિકા છે. તે ભૂમિકાની ફિલ્મની પટકથા ઉપર શું અસર થઇ શકે છે. સોનમ કપૂરે જણાવ્યું હતું કે, સૌથી મુશ્કેલ હોય છે કોઇપણ મોટી ફિલ્મને ના કહેવું. ક્યારે મને એવું લાગે છે કે, જો મે તે ફિલ્મ કરી હોત તો આજ તે ફિલ્મ હિટ થઇ હોત અને તે ફિલ્મના કારણે મને અનેક ફિલ્મો મળી હોત પરંતુ મારી તમામ ફિલ્મો વ્યવસાયની દ્રષ્ટિએ સફળ રહી છે. સોનમે હાલ અપની ફિલ્મ વીરે દી વેડિંગના પોસ્ટ પ્રોડક્શનનું કામ પુરુ કરી રહી છે. કરીના કપૂર ખાન લાંબા સમય બાદ વીરે દી વેડિંગથી ઇન્ડસ્ટ્રીમાં પોતાની વાપસી કરી રહી છે. ફિલ્મમાં સોનમ કપુર સહિત સ્વરા ભાસ્કર અને શિખા તલ્સાનિયા જેવા અભિનેતા પણ જોવા મળશે.

Related posts

સોનાલી બેન્દ્રેના કેન્સરનું મુખ્ય કારણ તે પોતે જ..?!!

aapnugujarat

बार-बार निभा सकता हूं पुलिस का किरदार : अनिल

aapnugujarat

AP govt to honor late SP Balasubrahmanyan by renaming Govt School as ‘Dr. S P Balasubramanyam Govt School of Music & Dance’

editor

Leave a Comment

UA-96247877-1