Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વોટરકાર્ડને આધાર સાથે જોડવાની ઈચ્છા, નવી તકનીક સાથે સાવધાની જરૂરી : સીઈસી

ફેસુબક ડેટા ચોરીના અહેવાલો વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનર ઓ. પી. રાવતે કહ્યુ છે કે નવી તકનીકની સાથે ખૂબ જ સાવચેતી સાથે પગલા ભરવાની જરૂરત છે. ફેસબુકના ડેટા ચોરી કરીને ચૂંટણીને અસર કરવાના અહેવાલ પર રાવતે કહ્યુ છે કે તેઓ જાણકારી એકઠી કરી રહ્યા છે કે શું જોખમ છે, તેને કેવી રીતે અટકાવી શકાય છે. આના માટે તેઓ એક બેઠક પણ બોલાવી રહ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનર ઓ. પી. રાવતે કહ્યુ છે કે ચૂંટણી પંચની નિયમિત બેઠક થતી રહે છે. આ નવી તકનીક છે. તેઓ ઈચ્છશે કે જે અલગ-અલગ પ્રકારના જોખમ છે. તેને કેવી રીતે રોકી શકાય. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યુ છે કે તેઓ લોકોને જાણકારી આપવાનું ચાલુ રાખશે. સોશયલ મીડિયા પોલિસી ચાલુ રહેશે અને અત્યાર સુધીમાં રાજકીય પાર્ટીઓ તરફથી કોઈ ફરિયાદ આવી નથી.તેની સાથે જ ઓ. પી. રાવતે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ છે કે વોટર કાર્ડને તેઓ આધાર સાથે જોડવા ચાહે છે. પરંતુ આધારને ફરજિયાત કરવાની જરૂર નથી.

Related posts

ચારધામના યાત્રાળુઓની સંખ્યા ચાલુ વર્ષે પણ વધે તેવી શક્યતા

aapnugujarat

दिल्ली में हिंसा थमी, अब तक 35 लोगों की मौत

aapnugujarat

કિડની સંબંધિત બીમારીની તપાસ માટે જેટલી અમેરિકા રવાના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1