Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

બ્લેક ફ્રાઈડે : સેંસેક્સમાં ૪૧૦ પોઇન્ટનો ઘટાડો

શેરબજારમાં આજે જોરદાર કડાકો બોલી ગયો હતો. સેંસેક્સ અને નિફ્ટી બંનેમાં એક ટકાથી પણ વધુનો ઘટાડો રહ્યો હતો. ગ્લોબલ ટ્રેડ વોરની દહેશત દેખાઈ રહી છે. આયાત ટેરિફને લઇને અમેરિકા અને ચીન વચ્ચે ઉભી થયેલી કટોકટીના લીધે આ સ્થિતિ સર્જાઈ છે. સેંસેક્સ આજે ૪૧૦ પોઇન્ટ ઘટીને ૩૨૫૯૭ની નીચી સપાટીએ રહ્યો હતો. સેંસેક્સે ૩૩૦૦૦ની સપાટી ગુમાવી દીધી હતી બીજી બાજુ નિફ્ટી ૫૦ ઇન્ડેક્સે પણ ૧૧૭ પોઇન્ટ ગુમાવી દીધા હતા જેથી તેની સપાટી ૯૯૯૮ રહી હતી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કરી દીધા છે જેના લીધે સ્ટીલ સહિત ચીની ચીજવસ્તુઓ પર ટેરિફ લાગૂ થઇ જશે. નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં સપ્ટેમ્બર ૨૦૧૭ બાદની સૌથી નીચી સપાટી જોવા મળી હતી. એક્સિસ બેંકના શેરમાં ૩.૮૫ ટકા અને પંજાબ નેશનલ બેંકના શેરમાં ૩.૭૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. હાલમાં સતત પ્રવાહી સ્થિતી રહેવાના કારણે મુડીકોરાણકારો મોટા ભાગે ભારતીય બજારોથી દુર રહ્યા છે. મોટા રોકાણ કરવાથી ભય અનુભવ કરી રહ્યા છે. કારણ કે સ્થિત પ્રવાહી બનેલી છે. શેરબજારમાં હાલમાં જ ભારે મંદી માટે બેકિંગ કોંભાડને પણ કેટલાક અંશે જવાબદાર ગણવામાં આવે છે. પંજાબ નેશનલ બેંક કોંભાડ બાદ અન્ય બેકિંગ કોંભાડના મામલા પણ સપાટી પર આવ્યા છે.ગઇકાલે ગુરૂવારના દિવસે સેંસેક્સમાં ૧૩૦ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટીમાં ૪૧ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૦૧૧૫ રહી હતી. ગયા સોમવારના દિવસે રિટેલ ફુગાવો અથવા તો કન્ઝ્‌યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવાના આંકડા જારી કરવામાં આવ્યા હતા. રિટેલ ફુગાવો ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. રિટેલ ફુગાવો ૪.૪૪ ટકાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. આવી જ રીતે હોલસેલ આધારિત ફુગાવાનો આંકડો ગયા બુધવારના દિવસે જારી કરવામાં આવ્યો હતો જે ફેબ્રુઆરી મહિનામાં ૨.૪૮ ટકા રહ્યો છે. હોલસેલ ઇંડા, માંસ અને ફિશના ફુગાવામાં ઘટાડો થયો છે. આ ફુગાવો ૦.૩૭ ટકાની સામે માઇનસ ૦.૨૨ ટકા રહ્યો છે. સતત ત્રીજા મહિને ફુગાવામાં ઘટાડો થયો છે. ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવો જાન્યુઆરી મહિનામાં ૨.૮૪ ટકાની છ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો.ડબલ્યુપીઆઈ ફુગાવો ખાદ્યાન્ન ચીજવસ્તુઓના ભાવ નીચા રહેવાથી ૨.૮૪ ટકા રહ્યો હતો જે છ મહિનાની નીચી સપાટી છે. સાતમી ફેબ્રુઆરીના દિવસે દેશની સર્વોચ્ચ બેંક આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ અને નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. શેરબજારમાં સતત પ્રવાહી સ્થિતી હાલમાં જોવા મળી રહી છે. આવી સ્થિતીના કારણે કારોબારી વધારે જોખમ લેવા માટે હાલમાં તૈયાર નથી. હાલમાં જારી કરાયેલા આંકડામાં વર્ષ ૨૦૧૭-૧૮ના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ રેટ ૭.૨ ટકા રહ્યો હતો. વર્ષ ૨૦૧૭-૧૮ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી દર ૬.૫ ટકા રહ્યો હતો. આ ત્રિમાસિક ગાળામાં સ્થાનિક અને અન્ય વૈશ્વિક કારણોસર દેશનો જીડીપી ગ્રોથ રેટ ઓછો રહેવાનો અંદાજ હતો. જીડીપી જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં ૬.૩ ટકા સુધી રહ્યો હતો. એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં ૫.૭ ટકાની ત્રણ વર્ષની નીચી સપાટીએ રહ્યા બાદ જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામા તેમાં ઉછાળો નોંધાયો હતો. તે પહેલા ૭.૫ ટકાના આંકડો રહ્યો હતો.પેટાચૂંટણીમાં હાર થતા ચિંતાનુ મોજુ છે.

Related posts

Chandrayaan-2 sent Earth’s view, ISRO shares pictures

aapnugujarat

સેંસેક્સ ૪૩૦ પોઇન્ટ ઘટીને ૩૩૩૧૭ની નીચી સપાટીએ

aapnugujarat

અખિલેશને લખનૌ એરપોર્ટ ઉપર રોકાતા હોબાળો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1