Aapnu Gujarat
બ્લોગ

બિઝનેસમાં માત્ર પાંચ ટકા યુવા સફળ રહે છે : રિપોર્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર રોજગારીની સમસ્યા વચ્ચે દેશના યુવાનોને આત્મનિર્ભર બનાવવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જો કે સરકારના આવા પ્રયાસ વચ્ચે નવા રિપોર્ટના તારણ જારી કરવામાં આવ્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં માત્ર ૧૧ ટકા લોકો જ પ્રારંભિક સ્તર પર કારોબાર શરૂ કરી શકે છે. આ ૧૧ ટકા લોકો પૈકી પણ માત્ર પાંચ ટકા લોકો જ કારોબારમાં સફળ થઇ શકે છે અથવા તો પોતાના કારોબારને જમાવી શકે છે. કારોબારને લઇને નિરાશાજનક ચિત્ર રિપોર્ટમાં પ્રકાશિત કરવામાં આવ્યુ છે. વૈશ્વિક કારોબાર મોનિટર (જીઇએમ)ના નવા રિપોર્ટમાં આ મુજબનો ધડાકો કરવામાં આવ્યા બાદ સરકારની પણ ચિંતા વધી ગઇ છે. સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે ૧૮તી ૬૪ વર્ષની વયના લોકો એ કોઇને કોઇ સમય ચોક્કસપણે બિઝનેસમાં હાથ અજમાવી ચુક્યા છે. જેમાં ચાર ટકા નવા કારોબારી નિકળ્યા છે. જે ખુબ ઉત્સુકતાપૂર્વક પોતાના કારોબારને શરૂ કરવા માટે ઇચ્છુક છે. જો કે અનુભવ ન હોવાના કારણે આમાં સફળતા મેળવી શક્યા નથી. સાત ટકા લોકો એવા હતા જે કોઇ વેપારના માલિક મેનેજમેન્ટ છે. જેને ચલાવતા સાડા ત્રણ વર્ષથી વધુનો સમય લાગ્યો છે. પાંચ ટકા લોકો એવા છે જેમનો કારોબાર ૪૨ મહિનાથી વધુ સમયથી ચાલી રહ્યો છે. હોલસેલ અને રિટેલ કારોબારમાં લોકો વધારે જોડાયા છે. હોલસેલ અને રિટેલ કારોબારમાં ૭૦.૯ ટકા લોકો જોડાયા છે. જ્યારે અન્ય ક્ષેત્રમાં ૩.૩ ટકા લોકો રહ્યા છે. આરોગ્ય, શિક્ષણ, સરકાર અને સમાજ સેવામાં ૯.૩ ટકા લોકો જોડાયા છે. આવી જ રીતે કૃષિ, ખાણ અને નિર્માણ ક્ષેત્રમાં ૧૨.૧ ટકા લોકો જોડાયા છે. બ્રિક્સ દેશોની વાત કરવામાં આવે તો કારોબાર કરવાના મામલે બ્રાઝિલ વિશ્વમાં પ્રથમ સ્થાને છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં પ્રારંભિક સ્તર પર કારોબારની ગતિવિધીમાં સામેલ થયેલા અડધાથી વધુ લોકો બિઝનેસની પ્રગતિને લઇને બિન આશાવાદી રહ્યા છે.

Related posts

રક્ષાબંધન : ભાઈની રક્ષા માટે બંધાતું પવિત્ર રક્ષા કવચ

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

ડૉ. બાબાસાહેબ આંબેડકર : રાષ્ટ્ર વિનાશની ખાઈ તરફ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1