Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ડુંગળીની કિંમતોમાં ટુંકમાં જ ઘટાડો થવાના સ્પષ્ટ એંધાણ

વિદેશમાં માંગમાં ઘટાડો થવાના કારણે ડુગંળીની નિકાસમાં ૨૦ ટકા સુધીનો નોંધપાત્ર ઘટાડો થયો છે. જેના કારણે ડુગંળીની કિંમતોમાં દેશમાં ઘટાડો થવાના સંકેત દેખાઇ રહ્યા છે. કિંમતો ઘટવાના કારણે એક બાજુ સામાન્ય લોકોને રાહત મળે છે પરંતુ બીજી બાજુ ખેડુત સમુદાયને સારી કિંમત ન મળવાના કારણે નુકસાન થાય છે. સરકારે ડુંગળીના ખેડુતોને સારી કિંમતો મળે તે માટે લઘુતમ નિકાસ મુલ્યની શરતો તમામ દુર કરી દીધી હત. સરકારે લઘુતમ નિકાસ મુલ્યની શરતો દુર કરી હોવા છતાં ડુંગળીની કિંમતોમાં ઘટાડો થઇ રહ્યો છે. વાણિજ્ય મંત્રાલયના આંકડા દર્શાવે છે કે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ના પ્રથમ નવ મહિના દરમિયાન એટલે કે એપ્રિલથી ડિસેમ્બર ૨૦૧૭ વચ્ચેના ગાળામાં દેશમાંથી ડુંગળીની નિકાસમાં આશરે ૨૦ ટકા સુધીનો ઘટાડો થઇ ગયો છે. આંકડા દર્શાવે છે કે આ ગાળા દરમિયાન દેશમાંથી કુલ ૧૯.૨૨ લાખ ટન ડુંગળીની નિકાસ કરવામાં આવે છે. નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭માં આ ગાળા દરમિયાન આશરે ૨૪ લાખ ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી. જાણકાર લોકોનુ કહેવુ છે કે આવક વધવાના કારણે કિંમતોમાં વધારે દબાણની સ્થિતી રહી શકે છે. આવી સ્થિતીમાં આવનાર દિવસોમાં ડુંગળીની કિંમતોમાં વધુ ઘટાડો થઇ શકે છે. નિકાસમાં ઘટાડો થયા બાદ તેની સીધી અસર જોવા મળી શકે છે. ડુંગળીની કિંમતો થોડાક સમય પહેલા ખુબ આસમાને પહોંચી ગઇ હતી. ડુંગળીની કિંમતો ખુબ જ સંવેદનશીલ હોય છે. તેની કિંમતોના કારણે સામાન્ય લોકો પર સીધી અસર થાય છે. દેશના જુદા જુદા ભાગોમાં ડુંગળીનુ વ્યાપક ઉત્પાદન કરવામાં આવે છે.

Related posts

Joint Press Statement from the Summit between India and the Nordic Countries

aapnugujarat

એર ઈન્ડિયા મેનેજમેન્ટને કરકસર માટેની ટિપ્સઃ વિમાનપ્રવાસીઓને ભોજનમાં સલાડ પીરસવાનું બંધ કરો

aapnugujarat

મમતા બેનર્જીની પગ નીચેની જમીન સરકી ગઈ છે : મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1