Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

રશિયા : વ્લાદીમીર પુટિનને ઐતિહાસિક જીત મળી ગઇ

રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિને રશિયામાં હાલમાં યોજાયેલી ચૂંટણીમાં ઐહિાસિક જીત હાંસલ કરી લીધી છે. પુટિનને આ વખતે વર્ષ ૨૦૧૨ કરતા પણ વધારે મત મળ્યા છે. એવા સમયમાં જ જ્યારે રશિયા અને પશ્ચિમ દેશો વચ્ચેના સંબંધ ખરાબ રહ્યા છે ત્યારે પુટિનની આ જીત ખુબ મહત્વપૂર્ણ બની ગઇ છે. હવે પુટિન વર્ષ ૨૦૨૪ સુધી પ્રમુખ તરીકે રહેશે. પુટિન ૨૦૨૪માં પોતાની અવધિ પૂર્ણ થઇ જશે ત્યારે ૭૧ વર્ષના હશે. જેથી એ વખતે સોવિયત શાસક જોસેફ સ્ટાલિન બાદ સૌથી વધારે સમય સુધી સત્તામાં રહેનાર પ્રમુખ તરીકે બની જશે. પુટિને આ ચૂંટણી પહેલા પોતાના દેશના લોકોને ખાતરી આપી હતી કે તેઓપોતાના નવા કાર્યકાળામાં પશ્ચિમી દેશોની સામે સંરક્ષણ ક્ષેત્રમાં સંબંધ મજબુત કરશે. સાથે સાથે લોકોના જીવનધોરણમાં સુધારો લાવશે. રશિયાના ચૂંટણી પંચે માહિતી આપતા કહ્યુ છે કે છેલ્લા ૧૮ વર્ષથી રાજનીતિમાં પ્રભુત્વ ધરાવતા પુટિનને ફરી ૭૫.૯ ટકા મત મળ્યા હતા. જીત બાદ પુટિન પોતાના ચાહકોનો પણ આભાર માન્યો છે. તેમણે કહ્યુ છે કે જીત થશે તેવો તેમને વિશ્વાસ હો. તેમણે કહ્યુ હતુ કે મુશ્કેલ સ્થિતીમાં પણ લોકો તેમની સાથે ઉભા રહ્યા છે. કોઇ પણ ઉમેદવાર પુટિનને ટક્કર આપી શક્યા નથી. આ જીત બાદ પુટિનની તાકાતમાં વધારો થશે. હવે લાંબા સમય સુધી રશિયાના પ્રમુખ તરીકે રહેનાર છે. જેથી ભારત સાથેના સંબંધોમાં નવા યુગની શરૂઆત થઇ શકે છે. પુટિન ભારતને લઇને ગંભીર રહ્યા છે. રશિયામાં વ્લાદીમીર પુટિનની શાનદાર જીતના કારણે તેમના સમર્થકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. આગામી દિવસોમાં પુટિન વધુ કેટલાક સાહસિક પગલા લે તેવી સંભાવના દેખાઈ રહી છે. પુટિનને વિશ્વના સૌથી શક્તિશાળી નેતાઓ પૈકી એક તરીકે ગણવામાં આવે છે.

Related posts

लॉकडाउन हटने के बाद चीन की अर्थव्यवस्था 3.2 प्रतिशत की दर से बढ़ी

editor

ઇમરાન ખાનને હત્યાનો ડર સતાવી રહ્યો છે

aapnugujarat

भारत-चीन अब विकासशील देश नहीं, WTO से लाभ लेने नहीं देंगे : ट्रंप

aapnugujarat

Leave a Comment

UA-96247877-1