Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ઝાડા ઉલ્ટીના માત્ર ૧૦ દિનમાં ૨૦૪ કેસો

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો નોંધાઈ રહ્યા છે. તમામ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં નવા કેસ સપાટી ઉપર આવ્યા છે. બેવડી સિઝનમાં પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો માત્ર ૧૦ દિવસના ગાળામાં જ માર્ચ મહિનામાં ઝાડા ઉલ્ટીના ૨૦૪, કમળાના ૬૭, ટાઇફોઇડના ૮૪ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના ૨૪ કેસ આ મહિનામાં સપાટી ઉપર આવ્યા છે. ઝેરી મેલેરિયાના કોઇ કેસ નોંધાયા નથી. માર્ચ ૨૦૧૭ દરમિયાન લેવામાં આવેલા ૬૭૨૫૮ લોહીના નમૂના સામે વર્ષ ૨૦૧૮માં ૧૦મી માર્ચ સુધીમાં ૨૨૭૨૪ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. હેલ્થ ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં માર્ચ મહિનામાં ૨૯૫ સીરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં પરિણામને લઇને ચર્ચા છે. આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગને રોકવા વિવિધ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં કેસ સપાટી ઉપર આવી રહ્યા છે.અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સતત ફેરફાર થવાના કારણે રોગચાળાના કેસોમાં વધારો થયો છે. આ અંગેની વિગત એવી છે કે,સમગ્ર રાજયની સાથે અમદાવાદ શહેરમાં પણ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં છેલ્લા કેટલાક દિવસોથી નોંધપાત્ર ફેરફાર થયા છે. આમ આ મોસમમાં મચ્છરજન્ય રોગના કેસોની સંખ્યા વધવી જોઈએ એના બદલે અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગના કેસો વધવા પામતા મ્યુનિસિપલ તંત્રની બેદરકારી છતી થવા પામી છે. ગત વર્ષે પણ અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગની સ્થિતિ લોકોની ફરિયાદોનો સમયસર નિકાલ ન થવાના કારણે વકરવા પામી હતી. અમદાવાદ શહેરમાં આ વર્ષની શરૂઆત બાદ બે મહિનામાં હજુ સુધીમાં ઝાડા ઉલ્ટીના કેસોમાં સતત વધારો થયો છે. ડેંગ્યુ અને એન્ય રોગના કેસોમાં વધારો થયો છે. વર્ષ ૨૦૧૭માં હેલ્થ ફ્લાઇંગ સ્કોવોર્ડ દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી કુલ ૧૭૪૯ અલગ અલગ ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૭૭ નમૂના અપ્રમાણિત જાહેર કરવામાં આવ્યા છે. ફેબ્રુઆરી ૨૦૧૮માં ૧૨૩ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૭ અપ્રમાણિત જાહેર થયા હતા જ્યારે ૧૦મી માર્ચ ૨૦૧૮ સુધીમાં ૫૪ અલગ અલગ નમૂના લેવામાં આવ્યા છે.

Related posts

ગુમાનપુરા ગામના મંદિર માટે રેતી લેવા ગયેલા ગ્રામજનો સાથે ચાંદોદ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનું ખરાબ વર્તન

editor

દક્ષિણ પશ્ચિમ મોનસુન સમગ્ર રાજ્યમાં પહોંચ્યું

aapnugujarat

ઇશરત કેસ : નિવૃત્ત ઇન્ચાર્જ ડીજીપી બિનતહોમત છુટ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1