Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાન : શરીફ પર શૂઝ ફેંકાતા ઉત્તેજના ફેલાઈ ગઇ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ ઉપર એક શખ્સે કાર્યક્રમ દરમિયાન શૂઝ ફેંકતા સનસનાટી મચી ગઈ હતી. શૂઝ ફેંકનાર શખ્સ જામિયા નીમિયાનો વિદ્યાર્થી હોવાની વિગત સપાટી ઉપર આવી છે. તહેરિકે લબ્બેક અથવા તો રશુલ અલ્લાહના સભ્ય તરીકે રહેલા આ શખ્સે નવાઝ શરીફ તરફ એક કાર્યક્રમ દરમિયાન શૂઝ ફેંકતા ઉપસ્થિત લોકોમાં ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ પર તે વખતે શૂઝ ફેંકવામાં આવ્યું હતું જ્યારે તેઓ એક સ્કૂલમાં કાર્યક્રમમાં ભાષણ આપવાની તૈયારી કરી રહ્યા હતા. પાકિસ્તાની ટીવીના કહેવા મુજબ નવાઝ શરીફ મંચ ઉપર કાર્યક્રમમાં સામેલ થવા આવેલા લોકોને સંબોધન કરવા પહોંચી રહ્યા હતા ત્યારે જ લોકોની વચ્ચે રહેલા આ શખ્સે તેમના તરફ શૂઝ ફેંક્યું હતું. નવાઝ શરીફને આના કારણે છાતીમાં ઇજા થઇ હતી. જો કે, આ શખ્સે મંચ ઉપર પહોંચી જઇને નારાબાજી પણ કરી હતી. પોલીસે કહ્યું છે કે, હુમલાખોરની ઓળખ તલ્હામુનવર તરીકે થઇ છે. પોલીસે કહ્યું છે કે, હુમલાખોર શખ્સ આ સ્કુલમાં વિદ્યાર્થી તરીકે રહી ચુક્યો છે. ઘટના બાદ સ્થળ ઉપર રહેલી ભીડે હુમલાખોરની ધોલાઈ કરી દીધી હતી જેના કારણે તે શખ્સને મોડેથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મામલામાં સામેલ રહેલા બે શકમંદોની ધરપકડ કરી લેવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, શનિવારના દિવસે પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આશીફના ચહેરા ઉપર સ્યાહી ફેંકવામાં આવી હતી. જો કે, ખ્વાજાએ પોલીસની કોઇ મદદ લીધી ન હતી અને શકમંદ વ્યક્તિને માફ કરીને છોડી મુક્યો હતો. પંજાબપ્રાંતમાં શનિવારે મોડી રાત્રે આ ઘટના ઘટી હતી. પાકિસ્તાનના વિદેશમંત્રી ખ્વાજા આશીફના ચહેરા ઉપર એક કટ્ટરપંથી શખ્સે સ્યાહી ફેંક્યા બાદ સનસનાટી મચી ગઈ હતી. જો કે, ચહેરાને ધોઈ કાઢ્યા બાદ પોતાનું ભાષણ પૂર્ણ કર્યું હતું.

Related posts

Floods, landslides in Central Vietnam; 114 died

editor

अमेरिका ने ईरान पर कड़े आर्थिक प्रतिबंधों की दी चेतावनी

aapnugujarat

फिलीपीन : ‘स्वाइन फीवर’ का कहर, 7000 सुअरों मारा गया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1