Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

તમિળનાડુ : દિનાકરણ ૧૫ માર્ચે નવી પાર્ટી લોંચ કરશે

તમિળનાડુમાં સતત બદલાઈ રહેલા રાજકીય સમીકરણ વચ્ચે ટીટીવી દિનાકરને પોતાની નવી રાજકીય પાર્ટી શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું છે કે, ૧૫મી માર્ચના દિવસે તેઓ પોતાની પાર્ટી અને પાર્ટીના પ્રતિક માટેની જાહેરાત કરશે. રાજકીય પંડિતોનું કહેવું છે કે, દિનાકરનના પાર્ટી બનાવવાથી તમિળનાડુમાં વધુ એક મજબૂત સ્પર્ધા મેદાનમાં આવશે. દિનાકરણે કહ્યું છે કે, અન્નાદ્રમુક ઉપર કબજો જમાવીને બેઠેલા લોકોને દૂર કરવાના હેતુસર તેઓ નવી પાર્ટી બનાવવા જઇ રહ્યા છે. આ પહેલા તમિળનાડુમાં સુપરસ્ટાર રજનીકાંત અને કમલ હસન પણ પોતાની નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી ચુક્યા છે. તમિળનાડુમાં પહેલાથી જ કોંગ્રેસ, ભાજપ, ડીએમકે, અન્નાદ્રમુક જેવી મોટી પાર્ટીઓ સક્રિય છે. આગામી ચૂંટણીમાં આ પક્ષોની સાથે દિનાકરણ પણ નવી પાર્ટી સાથે મેદાનમાં ઉતરશે. દિનાકરણ હજુ પણ ૨૨ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરે છે.

Related posts

कुलभूषण की आर्मी कोर्ट से बाहर होगी सुनवाई

aapnugujarat

આવશ્યક દવાઓની યાદીમાં નવી ૩૪ દવાનો ઉમેરો

aapnugujarat

ભાજપ અયોધ્યામાં તે જ સ્થળ પર રામ મંદિર બનાવવા માટે કટિબદ્ધ : અમિત શાહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1