Aapnu Gujarat
ગુજરાત

યુવાનોને રમત-ગમત ક્ષેત્રે વધારે પ્રોત્સાહનો અપાશે : ઈશ્વરસિંહ પટેલ

રાજ્યના ખેલ મહાકુંભ મહોત્સવ દ્વારા તેમજ અન્ય રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લઈ આગળ આવવા પ્રેરણા આપવા પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર તત્પર છે, તેમ યુવક, સેવા અને રમત ગમત રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું છે. આજે ગાંધીનગર ખાતે વિધાનસભામાં મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પસંદગી સંદર્ભે પુછવામાં આવેલા લેખિત પ્રશ્નો પ્રત્યુત્તર આપતા રમત ગમત મંત્રીએ વધુમાં જણાવ્યું કે ૩૧.૧૨.૨૦૧૭ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજ્યના કેટલાય યુવાનોની પસંદગી થઈ છે. જે અન્વય ઉક્ત સમયગાળા વેળા ૮૨ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ૧૨૫ ખેલાડીઓએ ભાગ લીધેલ છે અને ૨૦૭ મેડલ જીતવામાં આવ્યા હોવાનું મંત્રીએ ઉમેર્યું છે.

Related posts

वडोदरा में युवती पर एसिड अटैक

aapnugujarat

અમદાવાદ સાયબર ક્રાઇમે ઇન્ટરનેશનલ આઇફોનના કૌભાંડનો પર્દાફાશ કર્યો

aapnugujarat

દલિત આગની જવાળામાં કેટલાક વિસ્તાર લપેટાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1