Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પીએનબી ફ્રોડ : મેહુલ ચોક્સીની ૧૨૧૭ કરોડની સંપત્તિ જપ્ત થઇ

એન્ફોર્સ ડિરેક્ટોરેટે આજે કહ્યું હતું કે, ગીતાંજલિ જેમ્સ અને તેના પ્રમોટર મેહુલ ચોક્સી સામે પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં ૧૨૦૦ કરોડ રૂપિયાથી વધુની કિંમતની ૪૧ પ્રોપર્ટી જપ્ત કરી લેવામાં આવી છે. મેહુલ ચોક્સી ગ્રુપની ૧૨૧૭ કરોડ રૂપિયાની સંપત્તિ ઇડી દ્વારા જપ્ત કરવામાં આવી છે. કેન્દ્રીય તપાસ સંસ્થાએ પ્રવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સંપત્તિ જપ્ત કરવા માટે આદેશ પણ જારી કરી દીધો છે. ઇડી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, જપ્ત કરવામાં આવેલી સંપત્તિમાં મુંબઈમાં ૧૫ ફ્લેટ, ૧૭ ઓફિસ, કોલકાતામાં એક મોલ, અલીબાગમાં ચાર એકરમાં ફેલાયેલા ફાર્મ હાઉસ, નાસિક, નાગપુર, પાનવેલ જેવા સ્થળો ૨૩૧ એકર જમીન તથા તમિળનાડુમાં વેલ્લુપુરમ ખાતે પણ સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત હૈદરાબાદના રંગરેડ્ડી જિલ્લામાં ૧૭૦ એકર પાર્કમાં આવેલી સંપત્તિને પણ જપ્ત કરવામાં આવી છે. આની કિંમત ૫૦૦ કરોડથી વધુની હોવાની જાણવા મળ્યું છે. મહારાષ્ટ્રના પાટનગરના બોરીવલી વિસ્તારમાં ચાર ફ્લેટ અને શાંતાક્રૂઝ પૂર્વમાં ખેમૂ ટાવરમાં અન્ય નવ ફ્લેટ જપ્ત કરવામાં આવી ચુક્યા છે. ચોક્સીની માલિકીની ૪૧ સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ સંપત્તિની કિંમત ૧૨૧૭.૨ કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. ડિઝાઇનર ડાયમંડ જ્વેલરી કારોબારી નિરવ મોદીના સંબંધી અને કારોબારી ચોક્સી તથા અન્યો સામે ઇડી અને અન્ય તપાસ સંસ્થાઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ૧૨૦૦૦ કરોડથી વધુની પંજાબ નેશનલ બેંક સાથે છેતરપિંડીના મામલામાં પીએનબી દ્વારા ફરિયાદ કરવામાં આવ્યા બાદ આ સમગ્ર મામલામાં તપાસ ચાલી રહી છે. બેંકના કેટલાક કર્મચારીઓની સંડોવણી પણ સ્પષ્ટપણે સપાટી ઉપર આવી છે. કેસમાં તપાસ કરવા સીબીઆઈ અને ઇડી દ્વારા બે એફઆઈઆર પણ નોંધવામાં આવી ચુકી છે. ચોક્સી અને મોદી દેશમાંથી બહાર જઇ ચુક્યા છે. તેમની સામે કેસ દાખલ કરવામાં આવે તે પહેલા જ આ બંને ફરાર થઇ ગયા હતા. કોઇપણ ખોટુ કામ કર્યું હોવાનો બંને ઇન્કાર કરી રહ્યા છે. કેન્દ્રીય નાણામંત્રાલય હેઠળ આવતી તપાસ સંસ્થા ઇડી દ્વારા ઉંડી તપાસ ચાલી રહી છે. વિદેશમાં રહેલી સંપત્તિમાં પણ તપાસ ચાલી રહી છે. ઇડી ઉપરાંત ઇન્કમટેક્સ વિભાગ અને સીબીઆઈ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસનો દોર હજુ જારી રહે તેવી શક્યતા છે. ફ્રોડના સંદર્ભમાં પંજાબ નેશનલ બેંકના અનેક કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવી ચુક્યા છે. વ્યાપક દરોડા પણ પાડવામાં આવી ચુક્યા છે. નિરવ મોદી અને મેહુલ ચોક્સીના મામલામાં તેમની સાથે જોડાયેલી સંપત્તિમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.

Related posts

अनिल अंबानी की बढ़ीं मुश्किलें, चीन के 3 बैंकों ने 48.53 अरब रुपए का मुकदमा दर्ज किया

aapnugujarat

जब मुंछ नहीं थी, तब क्या भ्रष्टाचार करेंगेः तेजस्वी यादव

aapnugujarat

गिरिराज सिंह द्वारा दिए बयान के बाद बिहार की सियासत गरमा गई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1