Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લુધિયાણા કોર્પોરેશન ચૂંટણીમાં કોંગ્રેસ ૬૨ વોર્ડમાં જીત્યું, અકાલી દળને ૧૧-ભાજપને ૧૦ સીટ મળી

પંજાબના લુધિયાણા નગર નિગમના રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યાં છે. કોંગ્રેસે ૬૨ વોર્ડમાં જીત હાંસલ કરી છે તો શિરોમણી અકાલી દળને ૧૧ અને ભાજપને ૧૦ સીટ મળી છે. લોક ઈન્સાફ પાર્ટીના ખાતામાં ૭ અને આમ આદમી પાર્ટીએ ૧ બેઠક પર ચૂંટણી જીતી છે. ૨૪ ફેબ્રુઆરીએ ૯૫ વોર્ડ માટે ૫૯.૧૪% વોટિંગ થયું હતું. ૧૦.૮૫ લાખ વોટર્સે પોતાના મતદાનનો ઉપયોગ કર્યો હતો.આ વખતે ચૂંટણીમાં ૪૯૪ ઉમેદવારો મેદાનમાં હતા.  પહેલાં અહીં કોંગ્રેસ અને શિરોમણી અકાલી-ભાજપ ગઠબંધન વચ્ચે જ મુકાબલો થતો હતો. આ વખતે આમ આદમી પાર્ટીએ મેદાનમાં આવતાં મુકાબલો ત્રિકોણીય થઈ ગયો હતો. આ ચૂંટણીમાં પાણીની સપ્લાઈ, સાફ-સફાઈ, પોલ્યૂશન અને ખરાબ રસ્તાઓ જેવાં મહત્વના મુદ્દાઓ પર ચૂંટણી જંગ જોવા મળ્યો હતો. લુધિયાણા પંજાબમાં સૌથી મોટી મ્યુન્સિપલ બોડી છે જેનું બજેટ ૧૩૦૦ કરોડ રૂપિયા છે.કોર્પોરેશનની વર્ષ ૨૦૧૮ની ચૂંટણીમાં ૫૯.૧૪% મતદાન નોંધાયું હતુંે જે ગત વખત કરતાં ૪ % ઓછું હતું. ૨૦૧૨માં લગભગ ૬૩% મતદાન નોંધાયું હતું.

Related posts

पूरे देश में टिकट दलालों पर रेलवे की कार्रवाई

aapnugujarat

दिल्ली के जहांगीरपुरी इलाके में एक शख्स ने पत्नी और डेढ़ साल के बेटे का चाकू-हथौड़े से मर्डर किया

aapnugujarat

ओवर चार्जिंग पर लगाम के लिए ट्रेनों में POS मशीनें लगाई जाएंगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1