Aapnu Gujarat
ગુજરાત

સમાજના વંચિત વર્ગની તરફ ખાસ ધ્યાન અપાયું : રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગુજરાતમાં પછાત, વંચિત, શોષિત, પીડિત દરેક સમાજવર્ગોની આર્થિક-સામાજિક ઉન્નતિ માટે સરકારે બજેટમાં ૩૬૪૧ કરોડ રૂપિયાની માતબર ફાળવણી કરી છે. સબ સમાજ કો લિયે સાથ મેં, આગે હૈં બઢતે જાના એ આ સરકારની નેમ છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ગુજરાત ઠાકોર-કોળી વિકાસ નિગમના ઉપક્રમે યોજાયેલા સમારોહમાં ૯૩૯ લાભાર્થીઓને ૬ કરોડ રૂપિયાની વિવિધ સહાયનું વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રીએ ધર્મ-જાતિ-કોમવાદથી દૂર રહી રાષ્ટ્રવાદ-સમાજ ઉન્નતિના માર્ગે આ લોન-સહાય યુવા વર્ગો માટે નવી દિશા આપનારી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિજય રૂપાણીએ કહ્યું હતું કે, હવેનો સમગ્ર વિશ્વ સાથે કદમ મિલાવી પ્રગતિ વિકાસની તેજ રફ્તારનો છે ત્યારે, સમાજના વંચિત વર્ગોની યુવાશક્તિ પણ તેની સાથે બરોબરી કરી શકે તેવી સક્ષમ બનાવવા સરાકરે વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, શિક્ષણ જ વિકાસનો આધાર છે તેથી સૌ સમાજ વર્ગોમાં શિક્ષણનો વ્યાપ વિસ્તારવા રાજ્ય સરકારે સમરસ છાત્રાલયો, તાલુકે તાલુકે વિજ્ઞાન પ્રવાહ સહિતની શાળાઓ, તેજસ્વી વિદ્યાર્થીઓને અભ્યાસ સ્કોલરશીપ અને શિષ્યવૃત્તિ સહાય આપીને ચલો જલાયે દીપ વહાં, જહાં અભી ભી અંધેરા હૈનો ભાવ સેવ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ સરકાર યુવાશક્તિના કૌશલ્ય વિકાસથી સ્કીલ ડેવલપમેન્ટથી રોજગાર અવસર આપવા પ્રતિબદ્ધ છે. આ સંદર્બમાં તેમણે આ વર્ષના જેટમાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના તહેત રૂપિયા ૧૫૦૦થી ૩૦૦૦ આપવા હેતુ ૨૭૨ કોરડની ફાળવણીની ભૂમિકા આપી હતી. આવા એક લાખ યુવાઓને સહાય અપાશે તેવી નેમ તેમણે દર્શાવી હતી. મુખ્યમંત્રીએ નાનાજી દેશમૂખની પૂણ્યતિથિએ યોજાઈ રહેલા આ સહાય વિતરણ કાર્યક્રમને યથોચિત ગણાવતા ઉમેર્યું હતું કે, નાનાજીનો ગ્રામોત્થાન-સ્વાવલંબનનો ભાવ આ સહાય વિતરણમાં અભિપ્રેત છે.

Related posts

राहुल गांधी १०, ११ अक्टूबर के दौरान गुजरात के दौरे पर

aapnugujarat

हिंतमनगर में कक्षा-१२वीं के छात्र की आत्महत्या से सनसनी

aapnugujarat

માસ્કનો દંડ ઘટાડવા સરકાર હાઈકોર્ટમાં રજૂઆત કરશે

editor

Leave a Comment

UA-96247877-1