Aapnu Gujarat
ગુજરાત

કેન્સર, કિડની ગ્રસ્ત બાળકો ૫૩ ટકા સુધી વધી ગયા છે : સ્કૂલ હેલ્થ સર્વે

ગુજરાતમાં સ્કૂલ હેલ્થ સર્વેમાં કેટલીક ચોંકાવનારી વિગતો સપાટી ઉપર આવી છે. આમા જણાવવામાં આવ્યું છે કે, કેન્સર, કિડની અને હાર્ટ સાથે સંબંધિત રોગ બાળકોમાં વધ્યા છે. આ રોગમાં ૫૩ ટકા સુધીનો વધારો નોંધાઈ ગયો છે. સર્વેમાં અનેક બાબતોને ધ્યાનમાં લેવામાં આવી હતી. કેન્સર, હાર્ટ અને કિડનીની સમસ્યા બાળકોમાં વધી છે. આ તમામ પ્રકારના રોગથી ૧૧૯૨૩ બાળકો ગ્રસ્ત થયેલા છે. વર્ષ ૨૦૧૬-૧૭ની સરખામણીમાં કેન્સર, કિડની અને હાર્ટના રોગ સાથે સંબંધિત બાળકોની સંખ્યામાં ૫૩ ટકાનો વધારો થયો છે. રાજ્ય વિધાનસભામાં આ અંગેની માહિતી પુરી પાડવામાં આવી હતી. ધારાસભ્ય સુરેશ પટેલ દ્વારા પુરા પાડવામાં આવેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે કહ્યું છે કે, છેલ્લા એક વર્ષમાં સ્કૂલમાં આરોગ્ય ચકાસણી કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યો છે જેમાં જાણવા મળ્યું છે કે, ૧૪૦૦ બાળકો કેન્સરથી, ૮૧૭૭ બાળકો હાર્ટની માંદગીથી અને ૨૩૫૫ બાળકો કિડની સાથે સંબંધિત રોગથી ગ્રસ્ત રહ્યા છે. સરકારે કહ્યું છે કે, આ ૧૧૯૨૩ બાળકોની સારવારમાં ૪૨ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. સરકારે એમ પણ કહ્યું છે કે, જે બાળકો કેન્સરથી ગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે તેમને સારવાર માટે એમપી શાહ કેન્સર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. હાર્ટની સમસ્યાવાળા બાળકોને યુએન મહેતામાં મોકલવામાં આવ્યા છે અને કિડનીનીથી ગ્રસ્ત બાળકોને કિડની ઇન્સ્ટીટ્યુટમાં મોકલવામાં આવ્યા છે. ૨૦૧૬-૧૭માં સ્કૂલ હેલ્થ સર્વે અને પ્રોગ્રામ કાર્યક્રનું આયોજન નવેમ્બર ૨૦૧૬થી જાન્યુઆરી ૩૧ વચ્ચે કરવામાં આવ્યું હતું જેમાં ૧૫૪ લાખ બાળકોને આવરી લેવાયા હતા. આંગણવાડીથી લઇને ૧૨ સુધીના બાળકોને આવરી લેવાયા હતા.

Related posts

कांगो बुखार से तीन मौत : जामडी की महिला की रिपोर्ट पॉजिटिव

aapnugujarat

વિદ્યાપીઠ નજીક આંગડિયા કર્મીનાં ખૂન કેસમાં પાંચ શખ્સો ઝડપાયા

aapnugujarat

દરિયાઇ પટ્ટીના તાલુકાને યુદ્ધના ધોરણે બેઠા કરીશું : રૂપાણી

editor

Leave a Comment

UA-96247877-1