Aapnu Gujarat
બિઝનેસ

મુંબઇમાં હજુ સુધીની સૌથી મહાકાય ફ્લેટની ડીલ થઇ

દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં ઘર બનાવવા અને ખરીદવાની બાબત હવે સપના સમાન બની ગઇ છે તેમાં કોઇ બે મત નથી. હવે મુંબઇમાં હજુ સુધીની સૌથી મહાકાય ફ્લેટ ડીલ થઇ છે. ૧.૨ લાખ રૂપિયા પ્રતિ વર્ગફુટની કિંમતે વેચાણ ફ્લેટના થઇ રહ્યા છે. એમ માનવામાં આવે છે કે મુંબઇના નેપિયન સી રોડ પર બનનાર આવાસીય ટાવરમાં ચાર એપોર્ટમેન્ટ કુલ ૨૪૦ કરોડ રૂપિયામાં ખરીદાયા છે. રિયલ એસ્ટેટના સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે લગ્ઝરી ટાવર ધ રેસિડેન્ટના ૨૮માંથી ૩૧મા માળ પર ચાર ફ્લેટની ખરીદી રૂનવાળ ગ્રુપથી તંવરિયા પરિવારે કરી છે. ગયા મહિનામાં આ સૌદાબાજી થઇ હતી. આ ડીલમાં ૧.૨ લાખ રૂપિયા પ્રતિ વર્ગફુટની દ્રષ્ટિએ કિંમત લાગી હતી. ચારે સુપર બિલ્ટ અપ છે. અને દરેક પ્લેટના કારપેટ એરિયાને ૪૫૦૦ વર્ગફુટમાં છે. આ ટાવર કિલાચંદ હાઉસની પાસે છે. જે મુંબઇના એક ગ્રાન્ડ પેલેસ છે. હાલમાં કમજોર રિયલ એસ્ટેટની સ્થિતી હોવા છતાં આ જંગી ડીલને લઇને ભારે ચર્ચા જોવા મળી રહી છે. આ એકમાત્ર ખરીદી બજારના ચહેરા તરીકે નથી. બજારની સ્થિતી હજુ પણ ખુબ સારી નથી. તંવરિયા પરિવારની પાસે ગર્ભનિરોધક નિર્માતા ફેમી કેયરનુ પ્રભુત્વ હતુ. આ સંપત્તિ પહેલા ૪૬૦૦ કરોડમાં વેચી દેવામાં આવી હતી. આ ડીલની ચારે બાજુ ચર્ચા જોવા મળી રહી છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદી વચ્ચે મુંબઈમાં હજુ સુધીની સૌથી મોંઘી ફ્લેટ ડીલ થયા બાદ ફરી એકવાર તેજીના સંકેત દેખાઈ રહ્યા છે. બજારની સ્થિતિ સુધારવાના પણ સંકેત દેખાઈ રહ્યા છે.

Related posts

૧૦ પૈકીની ૮ કંપનીની મૂડી ૬૬૬૨૬ કરોડ રૂપિયા વધી

aapnugujarat

કમાણીના આંકડાની વચ્ચે દલાલ સ્ટ્રીટમાં પ્રવાહી સ્થિતિની શક્યતા

aapnugujarat

केनरा बैंक का मुनाफा 23 फीसदी बढ़ा

editor

Leave a Comment

UA-96247877-1