Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

૨૦૫૦ સુધી અમેરિકામાં સ્વચ્છ પીવાના પાણીની કટોકટી ઉભી થશે

માત્ર ત્રીજા વિશ્વના દેશો જ પાણીની કટોકટીથી ગ્રસ્ત છે તેમ માનનાર લોકોને ફરી વિચારવાની જરૂર છે. નવા અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે અમેરિકામાં પણ આ સમસ્યા હવે સપાટી ઉપર આવી રહી છે. ફિલ્મોમાં આ બાબત અનેક વખત રજુ થઈ ચુકી છે. પાણીની કટોકટીનો પ્રશ્નો હમેશા વિશ્વના દેશોને સતાવતો રહ્યો છે. અમેરિકામાં પાણીની કટોકટી અંગે ફિલ્મો પણ બની ચુકી છે. જેમાં વર્ષ ૨૦૦૦માં રજુ થયેલી જુલિયા રોબટ્‌ર્સની બ્રોકોવિચનો સમાવેશ થાય છે. અમેરિકાના પ્રાંતો પૈકીના ત્રાજા હિસ્સાના પ્રાંતોમાં વર્ષ ૨૦૫૦ સુધી પાણીની અછત ઉભી થશે. નિષ્ણાંતોનું કહેવું છે કે આ સમસ્યાનો ઉકેલ ક્યારે પણ આવશે નહીં. પાણીની કટોકટીને લઈને લાસ્ટ કોલ એટ ઓઆસીસ પણ બની ચુકી છે. લાસવેગાસમાં રણ વિસ્તારની સ્થિતિ સર્જાઈ શકે છે. અહીં પાણીના સંશાધનો મર્યાદિત થઈ રહ્યા છે. ગ્રામીણ મધ્ય પશ્ચિમી પ્રાંતોમાં પણ આવી સ્થિતિ સર્જાઈ છે. પીવાના પાણીની સમસ્યા સર્જાઈ શકે છે. કૃષિ દેશોમાં સ્થાનિક શહેરો જનજાગૃતિ ઝુંબેશ ચલાવી રહ્યા છે. યુનાન સંશોધનમાં જાણવા મળ્યુ છે કે કેલિફોર્નિયામાં પણ આ તકલીફ ઉભી થઈ શકે છે. બ્રોકોવિચે ઉલ્લેખનીય સફળતા ફિલ્મ રજુ થઈ ત્યારે મેળવી હતી. પાણીનું પ્રદૂષણ આરોગ્યના મુદ્દા પણ ઉઠાવે છે. રોગચાળાની શક્યતા પણ વધી ગઈ છે. હુજ સુધી એમ માનવામાં આવી રહ્યું હતું કે માત્ર ત્રીજા વિશ્વના દેશોમાં જ પાણીની સમસ્યા છે. અમેરિકા માટે કરવામા આવેલી ચેતવણીને ગંભીરતાથી લઇને અમેરિકી લોકો આગળ વધે તે જરૂરી છે. કેટલાક અભ્યાસના તારણ બાદ આના પર અભ્યાસની કામગીરી હાથ ધરાઇ છે.

Related posts

તમારા પ્રદેશમાંથી આતંકવાદ બંધ કરો : ભારત-અમેરિકાની પાકિસ્તાનને ચેતવણી

aapnugujarat

એચ વન બી વીઝા પર પ્રતિબંધ મુકાય તેવી શક્યતા

editor

द. ईरान में भूकंप के झटके, रिक्टर स्केल पर 5.0 तीव्रता

aapnugujarat

Leave a Comment

UA-96247877-1