Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સીરિયામાં ખુની ખેલ : માત્ર ત્રણ દિવસમાં ૨૫૦નાં મોત

સીરિયામાં છેલ્લા કેટલાક દિવસથી વ્યાપક રક્તપાતનો દોર જારી રહ્યો છે. રક્તપાતમાં છેલ્લા ત્રણ દિવસના ગાળામાં જ ૨૫૦ લોકોના મોત થઇ ગયા છે જેમાં માસુમ બાળકોનો પણ સમાવેશ થાય છે. સીરિયામાં હજુ સુધીની સૌથી વિનાશકારી હિંસાનો દોર ચાલી રહ્યો છે. ઇસ્ટર્ન ઘોઉટામાં બળવાખોરોના કબજાવાળા વિસ્તારમાં સતત ત્રણ દિવસથી હવાઇ હુમલા કરવામાં આવી રહ્યા છે જેમાં સેંકડો લોકોના મોત થઇ ગયા છે. જેટલા મોત સીરિયામાં હાલમાં થયા છે તેટલા મોત પહેલા ક્યારેય આટલા ટુંકા ગાળામાં થયા નથી. સ્થિતીનો અંદાજ આના પરથી લગાવી શકાય છે કે માત્ર સોમવારના દિવસે જ ૧૨૭ લોકોના મોત થયા હતા જેમાં ૩૯ બાળકોનો સમાવેશ થાય છે. સોમવારના દિવસે સીરિયના ઇસ્ટર્ન ઘોઉટા વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ મોત થયા હતા. સોમવારના દિવસે હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા. બોંબમારાના કારણે લોકો ભારે દહેશતમાં મુકાઇ ગયા છે. રવિવારથી લઇને હજુ સુધી છેલ્લા ત્રણ દિવસના ગાળામાં જ ૨૫૦ લોકોના મોત થયા છે. ૨૫૦ લોકોમાં ૫૭ બાળકોનો સમાવેશ થાય છે. રવિવારના દિવસે બળવાખોરોના કબજાવાળા વિસ્તારમાં હવાઇ હુમલા, રોકટે હુમલા અને તોપમારો કરવામાં આવ્યો હતો. આ તમામ હુમલામાં હજુ સુધી વ્યાપક નુકસાન થઇ ચુક્યુ છે. સીરિયામાં હાલમાં દવા અને અન્ય જીવનજરૂરી ચીજો મળવાનુ પણ મુશ્કેલ થઇ ગયુ છે.
રવિવારથી લઇને હજુ સુધી કરવામાં આવેલા હુમલામાં ૮૫૦ લોકો ઘાયલ થયા છે. મંગળવારના દિવસે કરવામાં આવેલા હુમલામાં ૨૪ લોકોના મોત થયા હતા. સોમવારના દિવસે તોપમારા અને હવાઇ હુમલામાં ૩૦૦ લોકો ઘાયલ થયા હતા. નવેસરના હવાઇ હુમલામાં ૫૦ લોકોના મોત થયા છે જેમાં ૧૩ બાળકોનો સમાવેશ થાય છે.

Related posts

उत्तर कोरिया ने सीमा से लाउडस्पीकर हटाने शुरु किए

editor

ડોનાલ્ડ ટ્રમ્પની મેક્સિકો દિવાલ ભંડોળ સામે ઈમિગ્રન્ટ્‌સ માટે યોજનાની ઓફર

aapnugujarat

ट्रंप का ध्यान सिर्फ खुद पर, कोरोना महामारी को गंभीरता से नहीं लिया : ओबामा

editor

Leave a Comment

UA-96247877-1