Aapnu Gujarat
મનોરંજન

પ્રિયા પ્રકાશની સામે દાખલ બધાં કેસ પર સુપ્રીમની બ્રેક

હાલમાં દેશભરમાં ભારે લોકપ્રિયતા મેળવી રહેલી મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયરને આજે મોટી રાહત થઇ હતી. કારણ કે સુપ્રીમ કોર્ટે આજે તેની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે તેની અરજી પર સુનાવણી ચલાવતી વેળા અભિનેત્રીની સામે ઓરુ અડાલ લવ ફિલ્મના વિંક સોન્ગ માટે તમામ પ્રકારની કાયદાકીય કાર્યવાહી પર સ્ટે મુકવાનો આદેશ કર્યો છે. ચોક્કસપણે ફિલ્મના નિર્માતા અને અભિનેત્રી માટે આ ચોક્કસપણે ખુબ મોટી રાહતના સમાચાર છે. અભિનેત્રી પ્રિયા પ્રકાશે પોતાની ફિલ્મની સામે થનાર તમામ કાયદાકીય કાર્યવાહી પર સ્ટે મુકવાની માંગ કરીને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ફિલ્મના સીનમાં આંખ મારીને પ્રિયા રાતોરાત સુપરસ્ટાર બની ગઇ હતી. સુપ્રીમ કોર્ટ પ્રિયા પ્રકાશના હકમાં ચુકાદો આપતા કહ્યુ છે કે હૈદરાબાદ અને મુંબઇમાં દાખલ કરવામાં આવેલા કેસ પર સ્ટે મુકવામાં આવે તે જરૂરી છે. તેલંગાણા અને મહારાષ્ટ્રના તમામ ફરિયાદ કરનાર પાસેથી પણ જવાબની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં પ્રિયાના વકીલે કોર્ટમાં તર્કદાર દલીલો કરી હતી. સાથે સાથે તરત કાર્યવાહી કરવા માટેની પણ માંગ કરી હતી.
ભારે ચર્ચામાં રહેલી પ્રિયા પ્રકાશ અને ઓરુ અડાર લવના નિર્માતાની સામે તેલંગાણા અને મહારાષ્ટ્રમાં એક ચોક્કસ સમુદાય તરફથી ભાવનાને ઠેસ પહોંચાડી દેવાનો આરોપ કરીને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પહેલા તેલંગણાના કેટલાક યુવાનોએ ફિલ્મના વાયરલ ગીતને ધર્મની સામે હોવાની વાત કરીને વાંધો ઉઠાવ્યો હતો. ગીત વાંધાજનક હોવાનો ફિલ્મના નિર્માતા નિર્દેશકોએ ઇન્કાર કર્યો હતો.

Related posts

કોરોનાની મહામારી વચ્ચે શૂટિંગને લઈને ગભરાઈ હેલી શાહ

editor

પરિણિતી ચોપડાએ અર્જુન કપૂરને લાફો માર્યો..!!

editor

Hrithik Roshan’s ‘Kaabil’ gets new name ‘Da Shuai’ from Chinese audience

aapnugujarat

Leave a Comment

UA-96247877-1