Aapnu Gujarat
રમતગમત

ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ વચ્ચે આજે ઓકલેન્ડમાં ફાઇનલ

ત્રિકોણીય શ્રેણીની ફાઈનલ મેચમાં આવતીકાલે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓકલેન્ડમાં રોમાંચક જંગ ખેલાશે. આ મેચને લઇને ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે. કારણ કે, અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને રેકોર્ડ અંતર સાથે હાર આપી હતી અને મેચ ખુબ જ રોમાંચક રહી હતી. વર્તમાન શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા એક પણ મેચ હાર્યું નથી અને તે ફાઇનલમાં પહોંચ્યું છે. આંતરરાષ્ટ્રીય ટ્‌વેન્ટી મેચની પ્રથમ ત્રિકોણીય શ્રેણી રમાઈ રહી છે. ન્યુઝીલેન્ડની સતત બે મેચોમાં હાર થઇ હોવા છતાં તે ફાઇનલમાં પહોંચ્યું છે. છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડ સામે ન્યુઝીલેન્ડની બે રને હાર થઇ હતી. તે પહેલા ઓસ્ટ્રેલિયા સામે પાંચ વિકેટે ઓકલેન્ડમાં ૧૬મી ફેબ્રુઆરીના દિવસે તેન હાર થઇ હતી.
હજુ સુધી આ ટ્‌વેન્ટી ત્રિકોણીય શ્રેણીમાં રમાયેલી મેચોમાં ઓસ્ટ્રેલિયાએ સતત બધી મેચોમાં જીત મેળવી છે જે પૈકીની પ્રથમ મેચમાં ત્રીજી ફેબ્રુઆરીએ ન્યુઝીલેન્ડ ઉપર સિડનીમાં સાત વિકેટે જીત મેળવી હતી. ત્યારબાદ સાતમી ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ સામે હોબાર્ટમાં પાંચ વિકેટે જીત મેળવી હતી અને ૧૦મી ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ સામે મેલબોર્નમાં સાત વિકેટે જીત મેળવી હતી. પોતાના ઘરઆંગણે રમાયેલી ત્રણેય મેચમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી જે પૈકી બે મેચ ઇંગ્લેન્ડ સામે અને એક મેચ ન્યુઝીલેન્ડ સામે જીતી છે. ચોથી મેચ ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડ સામે ઓકલેન્ડમાં જીતી હતી. જે રેકોર્ડ મેચ બની ગઈ હતી. અત્રે નોંધનીય છે કે, ૧૬મી ફેબ્રુઆરીના દિવસે ત્રિકોણીય ટી-૨૦ શ્રેણીની રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ યજમાન ન્યુઝીલેન્ડ ઉપર પાંચ વિકેટે જીત મેળવીને ટ્‌વેન્ટી-૨૦ ક્રિકેટના ઇતિહાસમાં ચેજિંગ માટેનો નવો રેકોર્ડ સર્જ્યો હતો. ન્યુઝીલેન્ડની ટીમે ઓસ્ટ્રેલિયા સામે ૨૪૪ રનનો લક્ષ્યાંક મુક્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે આને સાત બોલ ફેંકવાના બાકી હતા ત્યારે મેળવીને ઇતિહાસ સર્જ્યો હતો. ન્યુઝીલેન્ડે ૨૪૪ રન બનાવ્યા હતા. ૪૯ બોલમાં સદી ફટકારનાર ગુપ્ટિલ સૌથી વધારે ટી-૨૦ ઇન્ટરનેશનલ રન બનાવનાર ખેલાડી બની ગયો હતો. તે પોતાના દેશના બ્રેડન મેક્કુલમ ૨૧૪૦થી આગળ નિકળી ગયો હતો. આ મેચમાં બંને ટીમોએ ૩૨ છગ્ગા ફટકાર્યા હતા. ટ્‌વેન્ટી ક્રિકેટ મેચને લઇને ન્યુઝીલેન્ડમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આ મેચ જોવા માટે ૩૦૦૦૦થી વધુ ચાહકો મેદાન પર ઉપસ્થિત રહી શકે છે.

Related posts

આ મારો છેલ્લો ઓસી.પ્રવાસ,મેદાન પર આક્રમક નહીં થાઉ : કોહલી

aapnugujarat

वर्ल्डकप में हो आईपीएल जैसे प्ले ऑफ : विराट

aapnugujarat

રોનાલ્ડોની હેટ્રિકથી સ્પેન અને પોર્ટુગલ વચ્ચે મેચ ડ્રો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1