Aapnu Gujarat
રમતગમત

ધોની સ્ટમ્પની પાછળ, ટી-૨૦ના વર્લ્ડ રેકોર્ડમાં સૌથી આગળ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની વધુ એક વર્લ્ડ રેકોર્ડ આંબી ગયા છે. દક્ષિણ આફ્રિકા સામેથી ત્રણ ટી-૨૦ની શ્રેણીની પ્રથમ મેચમાં ઘોની સૌથી વધારે કેચ ઝડપનારા વિકેટકીપર બન્યા છે. ધોનીએ ભુવનેશ્વરકુમારની બોલિંગમાં રિઝા હેન્ડરિક્સનો કેચ ઝડપ્યો હતો, જે ૨૭૫ ટી-૨૦ મેચમાં ધોનીનો ૧૩૪મો કેચ હતો. આ સાથે ૩૬ વર્ષના ધોનીએ શ્રી લંકાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ વિકેટકીપર બેટ્‌સમેન કુમાર સંગકારાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સંગકારાએ ૨૫૪ મેચમાં ૧૩૩ કેચ ઝડપ્યા છે. આ યાદીમાં ભારતના દિનેશ કાર્તિક ત્રીજા સ્થાને છે. કાર્તિકે ૨૨૭ મેચમાં ૧૨૩ કેચ પકડ્યા છે. પાકિસ્તાનના કામરાન અકમલ ૨૧૧ મેચમાં ૧૧૫ કેચ સાથે ચોથા ક્રમે છે. વેસ્ટ ઈન્ડિયઝના દિનેશ રામદિને ૧૬૮ ટી-૨૦ મેચમાં ૧૦૮ કેચ ઝડપ્યા છે.ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચની વાત કરીએ તો વિકેટની પાછળ સૌથી વધારે શિકાર ઝડપનાર ધોની ટોચ પર છે. તેમણે ૭૭ શિકાર ઝડપ્યાં છે અને ૨૯ સ્ટમ્પિંગ કર્યા છે.

Related posts

વન-ડેમાં વિરાટ સર્વકાલીન સર્વશ્રેષ્ઠ બેસ્ટમેન છે : માઇકલ ક્લાર્ક

aapnugujarat

Defeated South Africa by series 3-0 & 202 runs

aapnugujarat

बांग्लादेश के खिलाफ वनडे सीरीज के लिए श्रीलंका टीम का ऐलान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1