Aapnu Gujarat
રમતગમત

વન-ડેમાં વિરાટ સર્વકાલીન સર્વશ્રેષ્ઠ બેસ્ટમેન છે : માઇકલ ક્લાર્ક

ભારત-ઑસ્ટ્રેલિયા ટેસ્ટ અને વન-ડે સિરીઝમાં ભારતના શાનદાર પ્રદર્શન બાદ ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીના વખાણ ચારે બાજુ થઇ રહ્યા છે. ત્યારે ઑસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન માઇકલ ક્લાર્ક પણ વિરાટના વખાણ કરવામાં બાકાત નથી રહ્યા. હાલ કોહલી તેના શાનદાર પ્રદર્શનને કારણે વિશ્વનો નંબર વન ખેલાડી બની ગયો છે. વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ ટીમ ઇન્ડિયાએ, ઑસ્ટ્રેલિયા સામે વન-ડે અને ટેસ્ટ સિરીઝમાં જીત હાસલ કરીને ઇતિહાસ રચી નાખ્યો છે.
જ્યારે કોહલીના વખાણ કરતા ઑસ્ટ્રેલિયાની ટીમના પૂર્વ કપ્તાન માઇકલ ક્લાર્કે કહ્યું હતું કે ભારતીય કપ્તાન વિરાટ કોહલી એક દિવસીય આંતરરાષ્ટ્રીયય ક્રિકેટ રમનાર એકમાત્ર સર્વકાલીન બેસ્ટમેન છે. ભારતીય ટીમ માટે તેમણે જે કંઇ હાસલ કર્યું તેને જોઇને લાગે છે મને કોઇપણ વાતનો સંદેહ નથી.
કલાર્કે વધુ જણાવતા કહ્યું કે કોહલીના જુનૂનનો કોઇ જવાબ જ નથી. જો તમારે ટીમ ઇન્ડિયા સામે જીતવું હોય તો કોહલીના જુનૂન અને આક્રામક સ્વભાવનો સામનો કરવો પડશે. કોહલીની પ્રતિબદ્ધતાને લઇને કોઇ સવાલ ન કરી શકે. તે વન-ડેમાં સર્વશ્રેષ્ઠ છે.
જ્યારે આ સિરીઝ દરમિયાન ધોનીના પ્રદર્શશને લઇને પણ ક્લાકે ટિપ્પણી કરી હતી. ક્લાર્કનું માનવું છે કે ભારતીય ટીમના પૂર્વ કપ્તાન ધોનીને તેમની રીતે રમવા દેવા જોઇએ. ક્લાર્કનું કહેવું છે કે ધોનીને ખબર હોય છે કે કેવી પરિસ્થિતિમાં કેવી રીતે રમવું જોઇએ. ધોનીએ ૩૦૦થી પણ વધારે વન-ડે રમી છે એટલા માટે તેને ખબર છે કે ટીમમાં પોતાની ભૂમિકા કેવી રીતે પ્લે કરી શકાય.

Related posts

कपिल देव ने CAC के प्रमुख पद से दिया इस्तीफा

aapnugujarat

ભારતીય ટીમ પત્તાના મહેલની જેમ ધરાશાયી : ૧૫૧ રનમાં ઓલઆઉટ

aapnugujarat

पहलवान बजरंग ने PM मोदी को किया ट्वीट, खेल नीति पर फिर उठाए सवाल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1