Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મુંબઈ-પુણે વચ્ચે હાઈપરલુપ પ્રોજેક્ટ માટે સમજૂતિ કરાઈ

દેશના વાણિજ્ય પાટનગરથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ શરૂ થઇ ગયા બાદ મુંબઈના લોકોને હવે આના કરતા પણ વધુ ઝડપથી દોડનાર હાઈપર લુપની ભેંટ મળનાર છે. મુંબઈ-પુણેને હાઈપરલુપથી જોડવા માટે અમેરિકી કંપની વર્જિન ગ્રુપે મહારાષ્ટ્ર સરકારની સાથે ઇન્ટેન્ટ એગ્રિમેન્ટ ઉપર હસ્તાક્ષર કરી દીધા છે. કંપનીનો દાવો છે કે, આ ટેકનોલોજીથી ૧૦૦૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી પ્રવાસ કરી શકાશે. મુંબઈ અને પુણે વચ્ચેની યાત્રા માત્ર ૧૩ મિનિટમાં પૂર્ણ કરી શકાશે. મેગ્નેટિક મહારાષ્ટ્ર ઇન્વેસ્ટર સમિટ દરમિયાન રવિવારના દિવસે વર્જિન ગ્રુપના ચેરમેન રિચર્ડ બ્રેસનેને કહ્યું હતું કે, મુંબઈ-પુણે વચ્ચે વર્જિન હાઈપરલુપ તૈયાર કરવા માટે મહારાષ્ટ્ર સરકારની સાથે એક સમજૂતિ કરવામાં આવી છે. આની શરૂઆત એક ઓપરેશન ડેમોન્ટેશન ટ્રેકની સાથે કરવામાં આવી ચુકી છે. આનાથી દર વર્ષે ૧૫ કરોડ યાત્રી મુસાફરી કરી શકશે. નવેમ્બર ૨૦૧૮માં મહારાષ્ટ્ર સરકારે આ રુટ ઉપર સર્વે માટે કંપની સાથે એક કરાર કર્યો હતો. રિચર્ડ બ્રેસનને કહ્યું હતુ ંકે સૂચિત હાઈપરલુપ ટ્રાન્સપોર્ટેશન પરિવહન સિસ્ટમ પરિવહનની દુનિયાને બદલી દેશે અને મુંબઈને દુનિયામાં અગ્રણી બનાવશે. આ પ્રોજેક્ટનો આર્થિક સામાજિક લાખ ૫૫ અબજ ડોલર છે. આનાથી હજારો લોકોને રોજગારી પણ મળશે. પ્રોજેક્ટની કિંમત અને ટાઈમલાઈનની વિગતો હજુ જાહેર કરવામા ંઆવી નથી. આ પહેલા આંધ્રપ્રદેશ સરકાર વિજયવાડા અને અમરાવતી વચ્ચે હાઇપરલુપથી જોડવા માટે અમેરિકી કંપની હાઈપરલુપ ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજી સાથે કરાર કર્યા હતા. બંને શહેરો વચ્ચેની એક કલાકની યાત્રા ઘટીને માત્ર પાંચથી છ મિનિટ થઇ જશે. હાલના સમયમાં સંયુક્ત અરબ અમિરાત, અમેરિકા, કેનેડા અને નેધરલેન્ડમાં પણ હાઈપર લુપ ઉપર કામ ચાલી રહ્યું ચે. અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાની હિલચાલ ચાલી રહી છે ત્યારે આગામી દિવસોમાં મુંબઈ અને પુણે વચ્ચે હવે હાઈપર લુપને લઇને પણ તૈયારી શરૂ કરાઈ છે. પરિવહનના ક્ષેત્રમાં આના લીધે ક્રાંતિ આવશે. વિશ્વના અન્ય દેશો પણ આ દિશામાં સતત સક્રિય થઇ રહ્યા છે. જંગી પ્રોજેક્ટ ખર્ચ આના ઉપર રહેશે. બુલેટ ટ્રેન કરતા પણ બે ગણી ઝડપથી હાઈપરલુપમાં મુસાફરી કરી શકાશે.

 

Related posts

ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે રોમાંચક ટ્‌વેન્ટી-૨૦ જંગ થશે

aapnugujarat

યુપીના નક્સલવાદીગ્રસ્ત જિલ્લામાં આઈબી દ્વારા એલર્ટ જાહેર

aapnugujarat

સોશિયલ મિડિયાનો ઉપયોગ યોગ્ય રીતે કરવા મોદીની સલાહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1