Aapnu Gujarat
મનોરંજન

દિપિકા સાથે કામ કરવા બિગ બીએ સોશિયલ મીડિયા પર મુક્યું રિઝ્યુમ

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સને પોતાના જીવન અંગે જણાવતા રહે છે. આ વચ્ચે તેમણે શાહિદ કપૂર અને આમિર ખાનને ટક્કર આપવા દિપિકા પાદુકોણ સાથે કામ પણ માંગી લીધું. હકીકતમાં બિગ બીએ પોતાના ટિ્‌વટર એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે એક અખબારમાં છપાયેલા આર્ટિકલનો ફોટો શેર કરતાં પોતાનું રિઝ્યુમ પણ આપ્યું છે.તેમણે આ તસવીરને કેપ્શન આપ્યું કે ‘જૉબ એપ્લીકેશન : અમિતાભ બચ્ચન, જન્મ તારીખ-૧૧.૧૦.૧૯૪૨પ, ઉંમર-૭૬, ફિલ્મોમાં ૪૯ વર્ષનો અનુભવ.આશરે ૨૦૦ ફિલ્મોમાં અભિનય કર્યો છે..હિન્દી બોલી લઉં છું. હાઇટ-૬’૨ ઉપલબ્ધ છું. તમને ક્યારેય હાઇટની સમસ્યા નહી થાય.’ ઉલ્લેખનીય છે કે આ આર્ટિકલના હેડિંગમાં લખ્યું છે કે દિપિકા અને કેટરીનાની હાઇટ શાહિદ કપૂર અને આમીર ખાન કરતા વધારે છે.  ઉલ્લેખનીય છે કે દિપિકા અને અમિતાભ બચ્ચન ફિલ્મ ‘પિકૂ’માં સાથે કામ કરી ચુક્યા છે.નોંધનીય છે કે અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં ‘૧૦૨ નૉટઆઉટ’ ફિલ્મમાં જોવા મળશે અને આ ફિલ્મમાં તેઓ લાંબા સમય બાદ ઋષિ કપૂર સાથે જોવા મળશે. આ ફિલ્મમાં તેઓ ઋષિ કપૂરના પિતાની ભુમિકામાં જોવા મળશે. આ ઉપરાંત હાલ તેઓ આમિર ખાન અને કેટરિના કૈફ સાથે ‘ઠગ્સ ઓફ ઙિન્દુસ્તાન’ ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે.

Related posts

उर्वशी रौतेला ने चमकदार लहंगे में बिखेरा जलवा

editor

બંધ થઇ શકે છે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’!

aapnugujarat

કાશ્મીરમાં ઇમરાન હાશ્મી થયો પથ્થરમારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1