Aapnu Gujarat
તાજા સમાચારશિક્ષણ

મોદી મંત્ર : પ્રતિસ્પર્ધા નહીં અનુસ્પર્ધા કરવાની જરૂર છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં વિદ્યાર્થીઓને પરીક્ષાના ટેન્શનમાંથી મુક્ત થવાના સંબંધમાં કેટલીક માહિતી આપ હતી. મોદીએ આપેલા ગુરૂમંત્રથી વિદ્યાર્થીઓ પ્રભાવિત પણ દેખાયા હતા. મોદીએ સ્ટેડિયમમાં હાજર રહેલા તમામ વિદ્યાર્થીઓ ઉપરાંત ટીવીના માધ્યમથી જોડાયેલા વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. મોદીએ વિદ્યાર્થીઓને કહ્યુ હતુ કે પરીક્ષામાં કઇ રીતે ટેન્શનને દુર કરવામાં આવે. કઇ રીતે આત્મવિશ્વાસ વધારી દેવામાં આવે. અભ્યાસમાં ધ્યાન કઇ રીતે કરવામાં આવે તે માટે પણ મોદીએ જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. પોતાના અપૂર્ણ સપનાને પૂર્ણ કરવા માટે બાળકો પર બિનજરૂરી દબાણ ન લાવવા માટે મોદીએ વાલીઓને પણ સલાહ આપી હતી. સામાન્ય રીતે આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ સાથે વાતચીત માટેનો હતો. જો કે મોદીએ ઇશારામાં વર્ષ ૨૦૧૯માં યોજાનાર ચૂંટણીનો પણ નામ લીધા વગર ઉલ્લેખ કરી દીધો હતો. તેમણે કહ્યુ હતુ કે આ કોઇ વડાપ્રધાનનો કાર્યક્રમ નથી. દેશના કરોડો બાળકોનો કાર્યક્રમ છે. મોદીએ કહ્યુ હતુ કે વિદ્યાર્થી તેમના પણ પરીક્ષક તરીકે છે. તેમને હવે કેટલા માર્ક મળે છે તે બાબત જોવાની છે. કેટલાક વિદ્યાર્થીઓના પ્રશ્નના જવાબમાં મોદીએ આત્મવિશ્વાસ અંગે વિસ્તારપૂર્વક વાત કરી હતી. મોદીએ કહ્યુ હતુ કે મહેનતમાં કોઇ કમી હોતી નથી. ઇમાનદારીથી મહેનત કરી હોય છે. પરંતુ જો આત્મવિશ્વાસ નથી તો સારી મહેનત છતાં જવાબો યાદ આવતા નથી. પરીક્ષા આપી રહ્યા છો તે બાબતને દિમાગથી કાઢી નાંખવાની સલાહ મોદીએ તમામને આપી હતી.

Related posts

गिलानी समेत कई अलगावी नेताओं के पास संपत्ति का अंबार

aapnugujarat

नक्सली आतंक फैलाने के लिए बनाई जा रही है नई योजना, पर्चे ने खोला राज़

aapnugujarat

ટ્રમ્પ બનશે ૨૬મી જાન્યુઆરીના મુખ્ય મહેમાન!?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1