Aapnu Gujarat
રમતગમત

આઇપીએલની ૧૦ સેકંડની એડ્‌.ના સ્ટારને ૯-૧૦ લાખ રૂપિયા મળશે

આઇપીએલના એડ્‌ રેટમાં ગયા વર્ષે તીવ્ર વૃદ્ધિ છતાં સ્ટાર ઇન્ડિયાને ૧૧ સ્પોન્સર્સ મળ્યા છે. પાંચ વર્ષ માટે ૧૬,૪૩૭.૫ કરોડમાં આઇપીએલના ગ્લોબલ મીડિયા રાઇટ્‌સ ખરીદ્યા પછી સ્ટાર ઇન્ડિયા પર ઓછામાં ઓછી ૨,૦૦૦ કરોડની ઇન્વેન્ટરી વેચવાનું દબાણ હતું.  બજાર સૂત્રોના જણાવ્યા અનુસાર આઇપીએલ-૧૧ માટે બુધવાર સુધીમાં લગભગ ૫૦૦ કરોડની એડ્‌ ઇન્વેન્ટરી વેચાઈ ગઈ છે.એડ્‌વર્ટાઇઝર્સનો પ્રતિસાદ પ્રોત્સાહક રહ્યો છે અને કંપનીના અંદાજ કરતાં ઘણી સારી એડ્‌ મળી છે.
જોકે, સ્ટાર ઇન્ડિયાએ એડ્‌ રેટ અને વેચાયેલી ઇન્વેન્ટરીની માહિતી આપવાનું ટાળ્યું હતું. આઇપીએલની લોકપ્રિયતાનો લાભ લેવા અત્યાર સુધીમાં વિવો, કોકા કોલા, પોલિકેબ, પારલે, કેન્ટ, એલિકા કિચન અને ડ્રીમ૧૧ ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે જોડાઈ ચૂક્યા છે. બજાર સૂત્રોના જણાવ્યા અનુસાર બંડલ્ડ એડ્‌ સેલ્સ માટે સ્ટાર ઇન્ડિયા ૧૦ સેકંડ દીઠ ૯-૧૦ લાખનો ભાવ માંગી રહી છે. આઇપીએલ-૧૦માં ટીવીનો સરેરાશ એડ્‌ રેટ ૧૦ સેકંડના લગભગ ૬ લાખ હતા. એ વખતની પ્રસારણકર્તા સોની પિક્ચર્સ નેટવર્ક ઇન્ડિયાને આઇપીએલમાંથી ૧,૩૦૦ કરોડની કમાણી થઈ હતી. ગયા વર્ષ સુધી સ્ટાર ઇન્ડિયા પાસે આઇપીએલના માત્ર ડિજિટલ રાઇટ્‌સ હતા. જેના એડ્‌ વેચાણમાંથી કંપનીને ૧૪૦ કરોડની આવક થઈ હતી.જયરાજે જણાવ્યું હતું કે, અમારી પાસે પહેલી વખત આઇપીએલના ટીવી અને ડિજિટલ રાઇટ્‌સ હોવાથી એડ્‌ વેચાણ માટે અલગ અભિગમ અપનાવ્યો હતો. અમે એડ્‌વર્ટાઇઝર્સને ટીવીની વ્યાપક પહોંચ અને હોટસ્ટાર પર ચોક્કસ વર્ગના ડિજિટલ દર્શકો સુધી પહોંચવાની તક આપીશું. વિવિધ ભાષા સાથેનાં અમારાં પેકેજિસ એડ્‌વર્ટાઇઝર્સ માટે ઘણાં આકર્ષક છે.

Related posts

भारतीय बल्लेबाजी देख बोले शेन वार्न, कहा- जितनी तारीफ की जाए उतनी कम

editor

આઈપીએલની ઓપનિંગ સેરેમની ન યોજવા નિર્ણય

aapnugujarat

मैं पहले टेस्ट में अंतिम-11 में चुना जाता हूं तो अच्छा होगा : रखीम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1