Aapnu Gujarat
રાષ્ટ્રીય

સેનામાં હનીટ્રેપનો સકંજો, જાસૂસીની આશંકા હેઠળ લે.કર્નલ અરેસ્ટ

વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અરૂણ મારવાહને પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઇએસઆઇએ હનીટ્રેપમાં ફસાવ્યા બાદ, હવે ભારતીય સેનાના વધુ એક અધિકારીને જાસૂસી કરવા બદલ પકડવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશના જબલપુરમાં ફરજ બજાવતાં આ સૈન્ય અધિકારીને ગુપ્તચર એજન્સીએ પક્ડયો છે. આશંકા છે કે અધિકારીએ આઇએસઆઇના હનીટ્રેપમાં ફસાયને કેટલીક જાણકારીઓ દુશ્મનને પહોંચાડી છે.
બુધવારે મિલ્ટ્રી ઈન્ટેલજીન્સે એક મોટા અભિયાન અંતર્ગત ઈન્ડિયન આર્મીના લેફટનન્ટ રેન્કના અધિકારીને જાસૂસીના આરોપમાં પકડ્યાં છે.આ અધિકારી જબલપુરની ઇએમઇ યૂનિટમાં પોસ્ટેડ હતો અને મંગળવારે રાત્રે તેના ઘરે દરોડા પાડવામાં આવ્યાં હતા.આ અધિકારી પર શંકા છે કે તેને પાકિસ્તાનની ઈન્ટેલિજન્સ એજન્સી આઇએસઆઇના હનીટ્રેપમાં ફસાયને કેટલીક મહત્વની જાણકારીઓ દુશ્મનને આપી દીધી છે.
હાલ તો અધિકારીઓએ આ અંગે કંઈપણ કહેવાનો ઈન્કાર કરી દીધો છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આર્મી બેઝ વર્કશોપમાં પોસ્ટેડ આ અધિકારીના એકાઉન્ટમાંથી થનારી લેવડદેવડ પર થોડાં સમયથી નજર રાખવામાં આવી રહી હતી.થોડાં સમય પહેલાં જ આર્મી અધિકારીના એકાઉન્ટમાંથી કરોડો રૂપિયાની રકમ ટ્રાંસફર થઈ હોવાની વાત સામે આવી હતી. જો કે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટી થઈ નથી.અધિકારી વિરૂદ્ધની કાર્યવાહીને લખનઉ કમાન્ડ હેડકવાટર્સથી આવેલાં ઓફિસર્સે અંજામ આપ્યો હતો.એક અધિકારીએ જણાવ્યું કે,હજુ સુધી તે વાત સ્પષ્ટ નથી કે ઓફિસર હનીટ્રેપના કારણે પકડાયો છે કે તેના પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યા છે.આર્મી સેન્ટ્રલ કમાન્ડના હેડકવાર્ટરમાં આ અધિકારીની કલાકો સુધી પૂછપરછ થઈ અને તેના ઓફિસમાંથી કેટલાંક મહત્વના દસ્તાવેજો, હાર્ડ ડિસ્કને જપ્ત કરવામાં આવ્યાં છે.વેલેન્ટાઇન ડેના એક દિવસ પહેલા જ આઈબીએ ચેતવણી જાહેર કરી હતી કે સુંદર ચીની અને પાકિસ્તાની યુવતીઓ દ્વારા દુશ્મન દેશ આર્મીના અધિકારીને હનીટ્રેપમાં ફસાવી શકે છે. ફેસબુક અને વોટ્‌સએપ દ્વારા તેમની પાસેથી રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલી સંવેદનશીલ જાણકારી પ્રાપ્ત કરી શકે છે. ઈન્ટેલિજન્સ બ્યૂરોએ આ બાબતે ભારત સરકારને એલર્ટ કર્યું હતું.

Related posts

मोदी पर मुलायम के बयान को अमर सिंह ने करार दिया पैंतरा

aapnugujarat

चुनावी नतीजों के बाद पहली बार सस्ता हुआ पेट्रोल-डीजल

aapnugujarat

ઉત્તરપ્રદેશના હમીરપુરમાં ટ્રેન નીચે ૩૬ ગાયો કપાઇ ગઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1