Aapnu Gujarat
બિઝનેસ

કારનું વેચાણ ધીમું પડ્યું, પેસેન્જર વ્હિકલ્સમાં વૃદ્ધિ

યુટિલિટી વ્હિકલના અત્યાર સુધીમાં જોવાયેલા બીજા સૌથી ઊંચા વેચાણને પગલે જાન્યુઆરીમાં સ્થાનિક પેસેન્જર વાહનોનું વેચાણ ૭.૫૭ ટકા વધી ૨,૮૫,૪૭૭ યુનિટ્‌સ નોંધાયું હતું.
જોકે સમીક્ષાના સમયગાળા દરમિયાન કારનું વેચાણ ૧.૨૫ ટકા ઘટી ૧,૮૪,૨૬૪ યુનિટ્‌સ નોંધાયું હતું.સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (સિઆમ) દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર સ્થાનિક પેસેન્જર વાહનોનું વેચાણ ગયા વર્ષે સમાન સમયગાળા દરમિયાન ૨,૬૫,૩૮૯ યુનિટ્‌સ રહ્યું હતું. ગયા વર્ષના સમાન સમયગાળાના ૬૨,૨૬૩ યુનિટ્‌સની તુલનાએ જાન્યુઆરીમાં યુટિલિટી વાહનોનું વેચાણ ૩૭.૮૮ ટકા વધીને ૮૫,૮૫૦ યુનિટ્‌સ નોંધાયું હતું. આ અગાઉ ગત વર્ષે જુલાઈમાં યુટિલિટી વાહનોનું વેચાણ ૮૬,૮૭૪ યુનિટ્‌સની ઊંચી સપાટીએ રહ્યું હતું તેમ સિઆમના આંકડામાં દર્શાવાયું છે.
જાન્યુઆરીમાં માર્કેટ લીડર મારુતિ સુઝુકીએ સ્થાનિક પેસેન્જર વેહિકલ સેગમેન્ટમાં ૪.૦૫ ટકાની વૃદ્ધિ સાથે ૧,૩૯,૧૮૯ યુનિટ્‌સનું વેચાણ નોંધાવ્યું હતું. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ ૮.૩૧ ટકાની વૃદ્ધિ સાથે ૪૫,૫૦૮ યુનિટ્‌સનું વેચાણ નોંધાવ્યું હતું. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ૧૭.૭૩ ટકાની વૃદ્ધિ સાથે ૨૩,૬૫૬ યુનિટ્‌સનું જ્યારે ટાટા મોટર્સે ૪૮.૫૮ ટકાની વૃદ્ધિ સાથે ૨૧,૮૭૨ યુનિટ્‌સનું વેચાણ નોંધાવ્યું હતું.
પેસેન્જર વાહનોના સેગમેન્ટમાં એકંદર વૃદ્ધિ અપેક્ષા મુજબની રહેવા પામી છે. યુટિલિટી વ્હિકલ સેગમેન્ટે ફરી વાર વૃદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે.એન્ટ્રી સેગમેન્ટમાં નવા મોડલનો અભાવ જોવાઈ રહ્યો છે. આ ઉપરાંત ગ્રાહકો હવે ક્રોસઓવર્સ અને કોમ્પેક્ટ એસયુવી તરફ વળી રહ્યાં છે.

Related posts

મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ

aapnugujarat

મુકેશ અંબાણીની સંપત્તિ એક વર્ષમાં ૮૯ હજાર કરોડ રૂપિયા વધી..!!

aapnugujarat

અનિલ અંબાણી ૧૦ બેંકોનું દેવું ચૂકવવામાં અનુભવી રહ્યાં છે મુશ્કેલી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1