અનિલ ધીરુભાઈ અંબાણી એન્ટરપ્રાઇઝની આર્થિક સ્થિતિ વિશે ચિંતાજનક સમાચાર મળી રહ્યાં છે.ક્રેડિટ રેટિંગ એજન્સીઓના અનુમાન પ્રમાણે રીલાયન્સ કોમ્યુનિકેશન પર ૧૦થી વધુ સ્થાનિક બેંકોનું લેણું ઊભું છે. જાણવા મળ્યાં પ્રમાણે કેટલીક બેંકોએ પોતાની એસેટ બૂકમાં સ્પેશિયલ મેન્શન એકાઉન્ટરુપે રીલાયન્સને આપેલી લોનને નોંધી લીધી છે.એસએમએ લોન એટલે કે એવી લોન જેના પર વ્યાજ નથી ચૂકવાયું હોતું. થોડા સમય બાદ આ લોનને એનપીએના રુપમાં દેખવાનું બની શકે છે.નબળાં રેટિંગ પછી આરકોમના શેર ૨૦ ટકા નીચે ઘટી ગયાં છે. જોકે રેટિંગ એજન્સીઓની પહોંચ એસએમએ લોન સુધી નથી હોતી. તેઓનો અભ્યાસ દર્શાવે છે કે રીલાયન્સ જિઓના પ્રભાવથી રીલાયન્સ કોમ્યુનિકેશનમાં ઘટાડો નોંધાયો છે.
આરકોમની લોન ડિફોલ્ટ માટે કંપની પ્રવક્તાએ જણાવ્યું હતું કે એરસેલ અને બ્રૂકફિલ્ડ સાથે થયેલી સમજૂતી બાદ આકોમે બેંકોને જણાવ્યું છે કે ૨૫,૦૦૦ કરોડ રુપિયાનું દેવું ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૭ સુધીમાં અથવા તે પહેલાં ચૂકવી આપશે. તેમાં બધી શિડ્યૂલ્ડ પેમેન્ટ સાથે કંપની લોનનું પ્રિપેમેન્ટ પણ કરશે.ઉલ્લેખનીય છે કે આરકોમને જાન્યુઆ-માર્ચ ત્રિમાસિકગાળામાં ૯૬૬ કરોડનું નુકસાન ઉઠાવવું પડ્યું હતું, જે સતત બીજા ત્રિમાસિકગાળાનું નુકસાન પણ હતું. ૨૦૧૭ના નાણાકીય વર્ષમાં પણ પહેલો ત્રિમાસિકગાળો નુકસાનીનો રહ્યો છે. ૩૧ માર્ચે કંપની પર ૪૨,૦૦૦ કરોડનું દેવું હતું જેને એરસેલ અને બ્રૂકફિલ્ડની ડીલથી ઘટાડવા ઇચ્છે છે. આ કંપનીઓને આરકોમ ૧૧,૦૦૦ કરોડમાં પોતાના ટાવર યુનિટ રીલાયન્સ ઇન્ફ્રાટેલનો ૫૧ ટકા ભાગ વેચી રહી છે. આકરી સ્પર્ધા ઉપરાંત મૂલ્યોમાં વૃદ્ધિના કારણે કંપનીના ચોથા ત્રિમાસિકગાળાની કમાણી પણ પ્રભાવિત થઇ છે.
પાછલી પોસ્ટ