Aapnu Gujarat
બિઝનેસ

એપ્રિલ મહિનાથી શરૂ થશે દેશની સૌથી મોટી પેમેન્ટ બેંક

આગામી એપ્રિલ મહિનાથી આખા દેશમાં દેશની સૌથી મોટી પેમેન્ટ બેંક પોતાની સર્વિસ શરૂ કરશે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક આ માધ્યમથી બધા નાગરિકોને ઘણી સારી સેવાઓ ફ્રીમાં ચૂકવશે. આ પેમેન્ટ બેંક દેશની બધી પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવશે. દેશમાં અત્યારે ઈન્ડિયા પોસ્ટની ૧.૫૫ લાખ પોસ્ટ ઑફિસ છે. ૬૫૦ ચૂકવણી બેંક તેની મદદ કરશે. આ હેઠળ ૧ લાખ રૂપિયાનું બચત ખાતું, ૨૫ હજાર સુધીની જમા રકમ પર ૫.૫ ટકા વ્યાજ, ચાલુ ખાતા અને થર્ડ પાર્ટી વીમો જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે. તો આધારની ચૂકવણી માટેનું ઠેકાણું બની જશે. એક વખત સેવા શરૂ થયા બાદ આઈપીપીબી દેશનું સૌથી મોટું નાણાંકીય સેવા નેટવર્ક બનશે.
પોસ્ટ મેન અને ગામ્ય ટપાલી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ડિજીટલ ચૂકવણીની સેવા પહોંચાડશે. ૨૦૧૫માં રીઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ ભારતીય પોસ્ટ ઓફિસને ચૂકવણી બેંકના રૂપમાં કામ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.દેશની બીજી બેંકો પોતાના એટીએમ કાર્ડ અને ઈન્ટરનેટ બેંકિંગની સુવિધા માટે ચાર્જ લઇ રહ્યાં છે, પરંતુ પોસ્ટ ઑફિસ પેમેન્ટ બેંકના ગ્રાહકોએ એટીએમ લેવા માટે કોઇ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. તેવી જ રીતે મોબાઈલ એલર્ટ માટે બેંક કોઇ પણ પ્રકારનો ચાર્જ વસૂલશે નહીં.  અત્યારે મોટાભાગની બેંકો એસએમએસ એલર્ટ માટે ૨૫ રૂપિયાથી ૫૦ રૂપિયા સુધીનો ચાર્જ ગ્રાહકો પાસેથી વસૂલે છે. ઉપરાંત ત્રિમાસિક બેલેન્સને જાળવવામાં પણ કોઇ ચાર્જ ચૂકવવો પડશે નહીં.

Related posts

FPI દ્વારા જુલાઈ માસમાં ૧૫,૦૦૦ કરોડ ઠલવાયા

aapnugujarat

ટીકટોકને રૂ. ૪૦.૩૯ કરોડનો દંડ ફટકારાયો

aapnugujarat

આ અઠવાડિયે બજારમાં 3 મેઈન બોર્ડ આઈપીઓ આવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1