Aapnu Gujarat
રાષ્ટ્રીય

પીએમ રિસર્ચ ફેલોશિપને મંજૂરી

દેશમાંથી પ્રતિભા પલાયનને રોકવાના હેતુથી કેન્દ્રીય કેબિનેટ એ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓ માટે પીએમ રિસર્ચ ફેલોશિપ (પીએમઆરએફ)ને મંજૂરી આપી દીધી છે. આઇઆઇટી, આઇઆઇએસઇઆર અને એનઆઇટી જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓ માટે દેશની સૌથી મોટી સ્કોલરશિપ હશે.પીએમઆરએફની અંતર્ગત પસંદ કરાયેલા સ્કોલર્સ માટે રૂપિયા ૭૦,૦૦૦થી ૮૦,૦૦૦ સુધીની માસિક શિષ્યવૃત્તિ અને ૨ લાખ રૂપિયા સુધીની વાર્ષિક રિસર્ચ ગ્રાન્ટસ અપાશે. કેન્દ્ર સરકાર એ ત્રણ વર્ષના સમય માટે ૧૬૫૦ કરોડ રૂપિયા ફંડ આપવાની મંજૂરી આપી દીધી છે.રિસર્ચ કરવાનું વિચારતા એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટસને વધુ એક લાભ આપ્યો છે. પીએમઆરએફ માટે શોર્ટલિસ્ટ થયેલ આઇઆઇટી, આઇઆઈએસઇઆર, આઈઆઈટી, અને એનઆઇટીના બીટેક ગ્રેજ્યુએટ્‌સ આઇઆઇટી કે આઇઆઈએસસી બેંગ્લુરૂથી સીધું પીએચડી પણ કરી શકે છે.આ યોજનાની અંતર્ગત ૧૦૦૦ વાર્ષિક સ્કોલરશિપ સિવાય સરકાર આઇઆઇટી અને આઇઆઈએસસીમાં રિસર્ચ સાથે જોડાયેલ સુવિધાઓને અપગ્રેડ કરવા પર પણ વિચારી રહ્યાં છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકર એ કહ્યું કે આ સ્કીમથી બીટેક ગ્રેજ્યુએટ્‌સ કે ઇંટિગ્રેટેડ એમટેક કે સાયન્સ એન્ડ ટેકનોલોજી સ્ટ્રીમ્સમાં એમએસસીમાંથી ગ્રેજ્યુએટ્‌સને આઇઆઇટી/આઇઆઇએસસીમાં પીએચડી પ્રોગ્રામમાં સીધું એડમિશન મળવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે આ સ્કીમને ૨૦૧૮-૧૯ એકેડમિક સેશનથી લાગૂ કરાશે અને તેના માટે ન્યૂનતમ સ્કોર ૮.૫ સીજીપીએ હોવું જોઇએ.

Related posts

વંદે ભારત એક્સપ્રેસ અને બુલેટ ટ્રેન ગુજરાતને કેમ અપાઈ ? : પ્રશાંત કિશોર

aapnugujarat

અંકુશરેખા પર પાકિસ્તાનનો ભીષણ ગોળીબાર : ત્રણ મોત

aapnugujarat

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત નાજુક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1