Aapnu Gujarat
બિઝનેસ

એરટેલ, વોડાફોન, આઇડિયા ૫૦૦થી ઓછા ભાવે સ્માર્ટફોન લોન્ચ કરશે

હજુ માત્ર વોઇસ કોલિંગ માટે ૨જી ફીચરફોનનો ઉપયોગ કરતા મોબાઇલ યુઝર્સને ટૂંક સમયમાં મોટો લાભ થવાની શક્યતા છે. ભારતી એરટેલ, વોડાફોન ઇન્ડિયા અને આઇડિયા હેન્ડસેટ ઉત્પાદકો સાથે ફીચરફોન્સ કરતાં પણ નીચા ભાવે સ્માર્ટફોન લોન્ચ કરવા વાટાઘાટ કરી રહ્યા છે. કદાચ આ ફીચરફોનનો ભાવ ૫૦૦ જેટલો સસ્તો હોઈ શકે અને તેની સાથે મહિને ૬૦-૭૦માં વોઇસ અને ડેટા આપવાની યોજના છે.રિલાયન્સ જીઓ કરતાં ટેલિકોમ કંપનીઓની આ પોલિસી અલગ છે. જીઓએ નીચા ભાવે ૪જી ફીચરફોન સાથે માસિક ૪૯નો પ્લાન લોન્ચ કર્યો છે. અગ્રણી ટેલિકોમ કંપનીઓ આ સ્પર્ધાને પહોંચી વળવા નવી યોજના પર કામ કરી રહી છે.એનાલિસ્ટ્‌સના જણાવ્યા અનુસાર સસ્તા ફીચરફોન અને વોઇસ-ડેટાની ઓફરથી ટૂંકા ગાળામાં કંપનીઓની એવરેજ રેવન્યૂ પર યુઝરમાં ઘટાડો થશે, પણ તેને લીધે કંપનીઓને ગ્રાહકો જાળવવાની અને તેમને સ્માર્ટફોનમાં અપગ્રેડ કરવાની આશા છે.
એક અગ્રણી મોબાઇલ કંપનીના એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે, અમે વિવિધ જોડાણ દ્વારા સસ્તા ભાવે સ્માર્ટફોન લોન્ચ કરવા સક્રિય છીએ. સ્માર્ટફોન સસ્તા થવાની ધારણા છે એટલે અમારા પોતાના ફોન બજારમાં મૂકવાને બદલે તેની સાથે સસ્તા ડેટા-વોઇસ પ્લાન ઓફર કરવાનું વધુ યોગ્ય રહેશે. અને જીઓની જેમ ફોન સબસિડાઇઝ કરવાની યોજના ધરાવતા નથી.અન્ય મોબાઇલ કંપનીના એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે, અમારો હેતુ સ્માર્ટફોનની ઇફેક્ટિવ પ્રાઇસ ફીચરફોન કરતાં ઓછી કરવાનો પ્રસ્તાવ છે. તેની સાથે ડેટા અને વોઇસ બન્ડલ પ્લાન તેમજ કેશબેક ઓફર પણ લોન્ચ કરવાની યોજના છે.ભારતી એરટેલ, વોડાફોન અને આઇડિયાએ આ બાબતે કંઈ કહેવાનો ઇનકાર કર્યો હતો. ત્રણેય કંપની હેન્ડસેટ ઉત્પાદકો સાથે ભાગીદારીનું નીવડેલું મોડલ ધરાવે છે. તેમણે ડેટા-વોઇસ ઓફર્સ તેમજ કેશબેક દ્વારા સ્માર્ટફોનનો ભાવ ૧,૫૦૦ની નીચે લાવવામાં સફળતા મેળવી છે. જોકે, જીઓએ તાજેતરમાં વધુ આક્રમક પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં જીઓફોન ખરીદનાર માટે ૨૮ દિવસ સુધી દૈનિક ૧ જીબી ડેટાના પ્લાનનો ભાવ ૧૫૩થી ઘટાડી ૪૯ કર્યો છે.ફીચર અથવા બેઝિક ફોન યુઝર્સ મહદ્‌ અંશે ૨જીનો ઉપયોગ કરે છે અને ભારતના એક અબજથી વધુ મોબાઇલ યુઝર્સમાં તેમનો હિસ્સો ૬૫-૭૦ ટકા છે. સેક્ટરની કુલ આવકમાં તેમનું યોગદાન ૫૦ ટકા છે. એટલે જૂના ટેલિકોમ ઓપરેટર્સ માટે ૨જી ગ્રાહકોને જીઓ પાસે જતા અટકાવવાનું ઘણું મહત્ત્વનું છે.

Related posts

IRFC, IRCTCના આઈપીઓમાં સમય લાગશે

aapnugujarat

अलीबाबा ने भारत से समेटा UC Browser का कारोबार

editor

સેંસેક્સ વધુ ૧૧૮ પોઇન્ટ સુધરી બંધ રહ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1