Aapnu Gujarat
બ્લોગ

HOME SWEET HOME

મને હોટેલ જેવું ઘર ન ગમે .

ડ્રોઈંગ રૂમમાં હડિમ્બા જેવડું ટી વી મોંઘા દાટ શો પીસ ઝાંખી એલ ઈ ડી લાઇટ્સ મને કૃત્રિમતા ન ગમે .

ઘર તો માણસોથી ધબકતું રહેવું જોઈએ .

બાળકો દોડાદોડી કરતા હોય વૃદ્ધો કચ કચ કરતા હોય
રસોડું ધમધમતું રહેતું હોય જ્યાં પગ લંબાવીને જમીન
પર શાંતિથી બેસી શકાય અને તમે માંડ દશ મિનિટ બેસો ત્યાં
” ઉપર રૂમમાં બેસો અહીં બધાને આડા ન આવો ”

જેવા સંવાદો માથે ઝીંકાતા રહેતા હોય એ ઘર કહેવાય .

જ્યાં બેડરૂમની હવા આખા ઘર કરતા અલગ ચાલતી હોય .
જ્યાં સેલફોન અને લેપટોપને બેડરૂમમાં પગ મુકવાની મનાઈ હોય .
જ્યાં નાની બાલ્કની હોય અને જેમાં બે ઇઝી ચેર્સ ગોઠવી પગ લાંબા કરી બે વ્યક્તિ અડધી રાત સુધી આરામથી બેસી શકે અને બાલ્કની થોડી મોટી હોય તો સરસ મજાનો ઝૂલો પણ ચાલે
( વધુ મજા આવે તેમાં ) .

ઘર એ જગ્યા છે જ્યાં કપડાંની સાથે હોદ્દો પણ ઉતારી શકો તો જીવવાની સાચી મજા લઇ શકો
….ઘરમાં પગ મૂકતાંની સાથે જ એક બોરિંગ લેખક
એક બકવાસ પ્રોફેસર એક કંટાળાજનક ટીચર એક વ્યાજનું વ્યાજ ગણતા બેન્કર કે ઇવન ડોક્ટર છો કે કંડકટર બધું ભૂલી જઈ

એક બાળક ,એક પુત્ર , એક જીવનસાથી , એક પ્રેમાળ પિતા બની ઘરમાં પ્રવેશો .

અને જુઓ ભાષા વિનાની દુનિયા કેટલી સમૃદ્ધ હોય છે .

Related posts

ચંદ્રાબાબુ નાયડુ : ઉંચી મહત્વાકાંક્ષા ધરાવતા ચાલાક રાજકારણી

aapnugujarat

क्या विधायक व पूर्व विधायक में पीटाई का वायरस फैल रहा है ?

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1