Aapnu Gujarat
રમતગમત

બીજી ટ્‌વેન્ટી : ઇંગ્લેન્ડ ઉપર ઓસ્ટ્રેલિયાનો રોચક વિજય

હોબાર્ટ ખાતે રમાયેલી ટ્‌વેન્ટી-૨૦ ત્રિકોણીય શ્રેણીની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ ઉપર પાંચ વિકેટે જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ આ શ્રેણીમાં પોતાની સતત બીજી જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે નવ વિકેટે ૧૫૫ રન બનાવ્યા હતા જેની સામે ઓસ્ટ્રેલિયાએ ૧૮.૩ ઓવરમાં ૧૬૧ રન બનાવીને આ મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મેક્સવેલે ઝંઝાવતી બેટિંગ કરીને અણનમ ૧૦૩ રન ફટકાર્યા હતા. મેક્સવેલે ૫૮ બોલમાં ૧૦ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે આ રન બનાવ્યા હતા. તેની બેટિંગ સ્ટ્રાઇક રેટ ૧૭૭થી ઉપર રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી એકલા હાથે મેક્સવેલે પોતાની ટીમને આ જીત અપાવી હતી. તેની મેન ઓફ દ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાએ સિડની ખાતે રમાયેલી પ્રથમ મેચમાં ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે જીત મેળવી હતી. ત્યારબાદ આજે સતત બીજી જીત હાસલ કરી હતી. પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડમાં સાત વિકેટે જીત મેળવી હતી. મેક્સવેલની ઇનિંગ્સ સામે ઇંગ્લેન્ડના બોલરો ફ્લોપ રહ્યા હતા. ઇંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતા નવ વિકેટે ૧૫૫ રન કર્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી માલને ૫૦ રન બનાવ્યા હતા જેમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. મેક્સવેલે બોલિંગમાં પણ કમાલ કર્યો હતો. મેક્સવેલે ત્રણ વિકેટો પણ ઝડપી હતી. ટ્‌વેન્ટી ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલરના નામે છે. ડેવિડ મિલરે ૩૫ બોલમાં સદી ફટકારી હતી. રોહિત શર્માએ પણ ૩૫ બોલમાં શ્રીલંકા સામે સદી ફટકારી હતી.

 

Related posts

ઇમરાન ખાન બાદ હવે રમીઝ રાજાનો વારો

aapnugujarat

सिडनी टेस्ट : दूसरे दिन भारत 96/2, गिल का अर्धशतक

editor

IPL છોડી રહ્યા છે ક્રિકેટરો છતાં ટૂર્નામેન્ટ રમાડવા બોર્ડ મક્કમ

editor

Leave a Comment

UA-96247877-1