Aapnu Gujarat
બિઝનેસ

આઈફોન એપલની કિંમતમાં બજેટ બાદ વધારો

આઈફોન, એપલની ઘડિયાળો બજેટ ૨૦૧૮ બાદ આયાત ડ્યુટી વધારી દેવામાં આવ્યા બાદ વધુ મોંઘા થશે. આ કંપનીઓએ ભારતમાં આઈફોનની કિંમતોમાં વધારો કરી દીધો છે. બજેટ ૨૦૧૮-૧૯માં સરકારે મોબાઇલ ફોન ઉપર આયાત ડ્યુટી ૧૫ ટકાથી વધારીને ૨૦ ટકા કરી હતી. આન સાથે જ આજથી ભારતમાં એપલ આઈફોનની કિંમતો નવી અમલી બની ગઈ છે. આઈફોન એક્સની કિંમત ૯૫૩૯૦ રૂપિયા થઇ ગઇ છે. ૬૪જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે બેઝ મોડલ માટે આઈફોન એક્સની કિંમત શરૂઆતમાં ૮૯૦૦૦ રૂપિયા હતી. ત્રણ ટકાનો વધારો તેમાં કરવામાં આવ્યો હતો અને હવે તેની કિંમત ૯૫૩૯૦ રૂપિયા થઇ છે. આવી જ રતે પ્રિમિયમ વેરાઇટીવાળા અને ૨૫૬ જીબી સ્ટોરેજવાળા આ ફોનની કિંમત ૧૦૮૯૩૦ રૂપિયા થઇ ગઇ છે. તેની કિંમતમાં ૩.૨ ટકાનો વધારો કરાયો છે. આ ફોનની કિંમત પહેલા ૧૦૨૦૦૦ રૂપિયા હતી. આ ઉપરાંત એપલમાં ફ્લેગશીપ આઈફોન આઠ અને આઈફોન આઠપ્લસની કિંમતમાં પણ સુધારા થયા છે. આઇફોન સાતની કિંમતમાં પણ ઉલ્લેખનીય વધારો થયો છે.

Related posts

૧૦ પૈકીની આઠની માર્કેટ મૂડી ૫૮૬૫૦ કરોડ વધી

aapnugujarat

FPI દ્વારા ૩૭૦૦ કરોડનું ડેબ્ટ માર્કેટમાં રોકાણ કરાયું

aapnugujarat

ભાજપના સોલિડ વિજયને બજારે વધાવી લીધું : સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો ઉછાળો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1