Aapnu Gujarat
બિઝનેસ

જૂનના અંત સુધી એર ઇન્ડિયાને નવા માલિક મળી જશે

એર ઇન્ડિયાના નવા માલિકનું નામ જૂન માસના અંત સુધીમાં સામે આવી જશે. એવિએશનપ્રધાન જયંતસિન્હાએ આમ જણાવ્યું હતું.એર ઇન્ડિયાને વેચવાની બધી કાયદાકીય પ્રક્રિયાઓ વર્ષના અંત સુધીમાં પૂરી કરાશે અને લીલામીમાં એર ઇન્ડિયા જીતનારને તેની સંપત્તિ ટ્રાનસ્ફર કરવામાં આવશે. એર ઇન્ડિયાને પાંત ભાગમાં વહેંચવામાં આવશે. જેમાં ચાર ભાગને વેચવામાં આવશે. તેમાંથી એક ભાગ એર ઇન્ડયા, એરઇન્ડિયા એક્સપ્રેસ અને એઆઈ એસેટસ છે. તો બીજો ભાગ ગ્રાઉન્ડ હેન્ડલિંગ યુનિટ, ત્રીજો ભાગ એન્જીનિયરિંગ યુનિટ અને ચોથો ભાગ એલાયન્સ એર છે. જ્યારે પાંચમો ભાગ એસવીપીને સરકાર પોતાના હસ્તક રાખશે.એસવીપીમાં એર ઇન્ડિયાના અસ્થિર કરજ, સેન્ટૉર હોટેલ, જમીન અને અતિકીમતી આર્ટ કલેક્શન છે, જે એર ઇન્ડિયાએ કેટલાય વર્ષોથી એકઠું કર્યું છે. એર ઇન્ડિયા પર આશરે ૫૦,૦૦૦ કરોડ રુપિયાનું દેવું છે જે દસ્તાવેજો તપાસતાં કદાચ ૭૦,૦૦૦ કરોડનું પણ હોઇ શકે છે. આ દેવું પણ પાંચ ભાગમાં વહેંચાશે. આ લેખાંજોખાં એવિએશનપ્રધાન જયંતસિન્હાએ રજૂ કર્યાં છે.સિન્હાએ એર ઇન્ડિયા ડીસઇન્વેસ્ટમેન્ટને વેલ્યૂ અને રેવેન્યૂના હિસાબથી ભારતમાં કરાયેલી સૌથી મોટી એક્સરસાઇઝ ગણાવી છે. ડીઆઈપીએએમના જણાવ્યાં પ્રમાણે સરકારને આશા છે કે જૂન માસના અંત સુધીમાં એર ઇન્ડિયાની લીલામીનો વિજેતા મળી જશે. અને સમગ્ર પ્રક્રિયા ડીસેમ્બર સુધીમાં પૂર્ણ થશે.એર ઇન્ડિયા વિનિવેશ ત્રણ ચરણમાં પૂર્ણ થશે તેમ જણાવતાં સિન્હાએ કહ્યું કે ઝડપથી અમે ચાર ભાગમાં ડીસઇન્વેસમેન્ટને લઇને મેમોરેન્ડમ બહાર પાડીશું. જેમાં તે સંબંધિત તમામ જાણકારીઓ હશે. એર ઇન્ડિયા ખરીદવામાં રુચિ ધરાવતી પાર્ટીઓ પોતાના પસંદના યુનિટ માટે બોલી લગાવશે અને સૌથી વધુ બોલી લગાવનાર તે સોંપી દેવાશે.

Related posts

वंदे भारत ट्रेन को एक लाख का जुर्माना

aapnugujarat

अमेजन और फ्लिपकार्ट ने एफडीआई का किया उल्लंघन

aapnugujarat

સર્વિસ પીએમઆઈ આંકડો વધીને ૫૨.૫ સુધી પહોંચ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1