Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

આતંકવાદ સાથે સંબંધ ધરાવતા ક્યારેય અમેરિકાના મિત્ર ન હોઈ શકે : વ્હાઈટ હાઉસ

અમેરિકા પાકિસ્તાનને લગભગ રોજ ચેતવણી પર ચેતવણી આપી રહ્યું છે. ફરી એકવાર વ્હાઈટ હાઉસ તરફથી એક નવુ નિવેદન સામે આવ્યું છે. વ્હાઈટ હાઉસે કહ્યું છે કે, આતંકવાદ સાથે સંબંધ ધરાવતા અને તેનું સમર્થન કરનારા ક્યારેય અમેરિકાના મિત્ર ન હોઈ શકે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ પ્રસાશને પાકિસ્તાનને ૨ અરબ ડોલરની સૈન્ય સુરક્ષા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સાથે ટ્રમ્પે આક્ષેપ લગાવ્યો હતો કે આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં ઈસ્લામાબાદ યોગ્ય કાર્યવાહી નથી કરી રહ્યું.ટ્રમ્પ દ્વારા તાજેતરમાં જ લેવામાં આવેલા નિર્ણયનો ઉલ્લેખ કરતા વ્હાઈટ હાઉસે વિદેશ નીતિ પર સવિસ્તાર કહ્યું હતું કે. રાષ્ટ્રપતિ ટ્રમ્પએ અમારા સહયોગીને સ્પષ્ટ કહી દીધું છે કે આતંકવાદીઓ સાથે મેળ રાખનારા અને તેનું સમર્થન કરનારા ક્યારેય પણ અમેરિકાના મિત્ર ન બની શકે. ટ્રમ્પ દ્વારા ગત મંગળવારે જ આપવામાં આવેલા સ્ટેટ ઓફ ધ યૂનિયન સંબોધન બાદ વ્હાઈટ હાઉસે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિએ પાકિસ્તાનની સુરક્ષા સહાયતા અટકાવી દીધી છે જે દર્શાવે છે કે મદદ મેળનવારાઓને સંદેશ છે કે તે આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં અમારો સહયોગ કરે. વ્હાઈટ હાઉસ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, ટ્રમ્પ કટ્ટરપંથી ઈસ્લામિક આતંક અને તેની વિચારધારાના ખાત્મા અને તેનો સામનો કરવાના પ્રયાસને પ્રાથમિકતા આપશે. જોકે પાકિસ્તાન સતત આતંકવાદીઓના સમર્થનના આક્ષેપો ફગાવતું રહે છે.

Related posts

અમેરિકાના પ્રતિબંધો વચ્ચે ઈરાને પરમાણુ સમજૂતીથી કિનારો કર્યો

aapnugujarat

અમેરિકામાં ફરી એક ભારતીયની હત્યા

aapnugujarat

શાહબાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ચૂંટાયા, બીજી વખત કમાન સંભાળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1