Aapnu Gujarat
રમતગમત

હરાજી બાદ મોટી તકલીફમાં ફસાઈ કિંગ્સ ઇલેવન પંજાબ

ઇન્ડિય પ્રીમિયર લીગની સિઝન -૧૧ની હરાજી પૂરી થઈ ચૂકી છે હરાજી દરમિયાન ટીમ માલિકોએ ખેલાડીઓ માટે ધૂમ પૈસા ખર્ચ્યા છે પરંતુ કેટલાક ખેલાડી એવા છે જેને કોઈ ખરીદનારું મળ્યું નથી તો કોઈને હરાજીના અંતિમ તબક્કામાં ખરીદવામાં આવ્યા હતા. હરાજી બાદ હવે ટીમ ઘણી મુશ્કેલીમાં ફસાઈ છે ખાસ કરીને કિંગ્સ ઇલેવન પંજાબ અને કોલકાત્તા નાઇટ રાઇડર સામે ટીમના સૂકાનીને પસંદ કરવાની મોટી મુશ્કેલી આવી છે.
વાસ્તવમાં નીલામી દરમિયાન એક એકથી ચઢિયાતા ધાકડ ખેલાડીઓ પોતાની ટામ માટે ખરીદ્યા છે પરંતુ ટીમ પાસે કોઈ એવો ચહેરો નથી જે ટીમનો કેપ્ટન બની શકે. એવામાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે પોતાની સત્તાવાર વેબસાઇટ પર કેટલાક ખેલાડીઓની યાદી જાહેર કરીને ક્રિકેટના પ્રશંસકોને જ પૂછ્યું છે કે સિઝન ૧૧માં તેઓ કેપ્ટન તરીકે કોને જોવા માંગે છે.
પંજાબની ટીમમાં હાલમાં પાંચ ખેલાડી એવા છે જેને કેપ્શનશીપ સોંપવામાં આવી શકે છે. જેમાં પ્રથમ આર.અશ્વિન કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવી છે. અશ્વિન ઉપરાંત યુવરાજ સિંહ, ક્રિસ ગેલ, એરોન ફિંચ, અક્ષર પટેલનું નામ પણ પણ સૂકાની તરીકે પસંદગી પામી શકે છે.કેપ્ટન તરીકે કોને પસંદ કરવા તેની જવાબદારી મેન્ટર વિરેન્દ્ર સહેવાગ તથા ટીમ મેનેજમેન્ટની રહેશે.

Related posts

भारतीय टीम में खेलना डिजर्व करता हूं: श्रेयस अय्यर

aapnugujarat

ઇમરાન ખાન બાદ હવે રમીઝ રાજાનો વારો

aapnugujarat

તેંડુલકરની પુત્રી સારાને ધમકી આપનારો શખ્સ પકડાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1