Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

શિવસેનાના સંજય રાઉતનો ભાજપ પર કટાક્ષ-રાજસ્થાન પેટાચૂંટણી ઇન્ટરવલ, ૨૦૧૯માં ફિલ્મ પુરી

રાજસ્થાનમાં બે લોકસભા અને એક વિધાનસભાની બેઠકની પેટાચૂંટણીમાં ભાજપને કોંગ્રેસે પછડાટ આપી છે. પરંતુ સૌથી વેધક પ્રતિક્રિયા ભાજપના મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારમાં સાથીપક્ષ શિવસેનાએ આપી છે. શિવસેનાએ કહ્યું છે કે ગુજરાતની ચૂંટણી ટ્રેલર હતી. રાજસ્થાનની પેટાચૂંટણી ઈન્ટરવલ છે અને ૨૦૧૯માં પિક્ચર પુરું થશે. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં શિવસેનાએ ૨૦૧૯માં ભાજપની અલગ થઈને લોકસભાની ચૂંટણી લડવાનું એલાન કર્યું છે.
રાજસ્થાનની પેટાચૂંટણીમાં ભાજપને મળેલી હાર પર રાજકીય નિવેદનબાજી ચાલુ છે. મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારમાં મોદી સરકારની સાથીદાર શિવસેનાએ હાર પર કટાક્ષ કર્યો છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યુ છે કે આ તો માત્ર ઈન્ટરવલ છે, ૨૦૧૯માં પિક્ચર પુરું થશે. રાઉતે ગુજરાતની ચૂંટણીને ૨૦૧૯માં પૂર્ણ થનારા પિક્ચરનું ટ્રેલર ગણાવી હતી.૨૩ જાન્યુઆરીએ શિવસેનાના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરેની જયંતીના પ્રસંગે પાર્ટી તરફથી ભાજપ સાથેના સંબંધોના સમાપ્ત થવાનું ઔપચારીક એલાન કરી દેવામાં આવ્યું હતું.
શિવસેનાએ ૨૦૧૯ની લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપની સાથે ગઠબંધન નહીં કરવાનું એલાન કર્યું છે.
રાજસ્થાનની બે લોકસભા બેઠકો અને એક વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપને ત્રણેય બેઠકો પર હાર મળી છે. રાજસ્થાનની પેટાચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો તરફથી ભાજપ અને કેન્દ્ર સરકારને નિશાન બનાવીને આકરી ટીપ્પણીઓ થઈ રહી છે.
શિવસેના ભાજપ માટે એનડીએની મહારાષ્ટ્ર અને કેન્દ્રની સરકારોમાં રહેવા છતાં એક રીતે વિરોધ પક્ષની ભૂમિકા ભજવી રહી છે. તેનું મુખ્ય કારણ શિવેસનાને મહારાષ્ટ્રમાં પોતાના રાજકીય વર્ચસ્વમાં મોદીયુગના ભાજપમાં ઓટ આવતી દેખાઈ છે.
મહારાષ્ટ્ર વિધાનસભા અને બીએમસીની ચૂંટણીઓમાં શિવસેનાએ ભાજપથી અલગ થઈને જોર અજમાવી લીધું છે. પરંતુ બંને ચૂંટણીમાં ભાજપ સૌથી મોટો પક્ષ રહ્યો અને આખરે બેઠકોના ગણિતને કારણે શિવસેનાને ભાજપની સાથે બેસવા મજબૂર થવું પડયું છે. શિવસેના દ્વારા ભાજપની નેતાગીરી દ્વારા એનડીએના અન્ય પક્ષોને નિર્ણય પ્રક્રિયામાં સામેલ નહીં કરાતા હોવાના પણ આરોપો ભૂતકાળમાં લગાવાયા છે.

Related posts

ટ્રાઇની નવી જોગવાઈ આજથી અમલી

aapnugujarat

अरुणाचल प्रदेश में 6 उग्रवादी ढेर

editor

बच्चों की मौत के सवाल पर मीडिया पर भड़क गए नीतीश

aapnugujarat

Leave a Comment

UA-96247877-1