Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મુસ્લિમ મહિલાઓએ ફૂટબોલ મેચ જોવી ઈસ્લામ વિરુદ્ધ : દેવબંદનો નવો ફતવો

ઉત્તર પ્રદેશના સહારનપુર સ્થિત દારુલ ઉલૂમ દેવબંદના મુફ્તીએ એક ફતવો જાહેર કર્યો છે. આ ફતવામાં કહેવાયું છે કે મુસ્લિમ મહિલાઓએ ફૂટબોલ જોવું એ ઈસ્લામની વિરુદ્ધ છે અને તેમણે પુરૂષોને ફૂટબોલ રમતા ના જોવા જોઈએ.
દેવબંદના મુફ્તી અતહર કાસમીએ કહ્યું છે કે ઉઘાડા ઘૂંટણ સાથે ફૂટબોલ રમતા પુરૂષોને જોવા ઈસ્લામના નિયમોની વિરુદ્ધ છે. ઉઘાડા ઘૂંટણ સાથે પુરૂષોની ફૂટબોલ મેચ જોવીએ ઈસ્લામમાં મહિલાઓ માટે હરામ છે. દારૂલ ઉલૂમ સાથે સંકળાયેલા મુફ્તી કાસમીએ એ પુરૂષોને પણ આડેહાથ લીધે જેઓ પોતાની પત્નીઓને ટીવી પર ફૂટબોલ મેચ જોવાની મંજૂરી આપે છે.શુક્રવારે ધર્મપ્રવચનમાં કાસમીએ કહ્યું કે, ‘શું તમને શરમ નથી આવતી? શું તમે ઉપરવાળાથી ડરતા નથી? તમે તેમને (તમારી પત્નીઓને) આવું જોવા શા માટે મંજૂરી આપો છો.’ કાસમીનો વિવાદિત ફતવો એવા સમયે આવ્યો છે જ્યારે મુસ્લિમ દેશ સાઉદી અરબે આ જ મહિને સ્ટેડિયમમાં મહિલાઓ માટે ફૂટબોલ મેચ યોજવાની મંજૂરી આપી છે.
સાઉદી અરબમાં સુન્ની મુસલમાનોની બહુમતિ છે.કાસમીએ પોતાના ફતવાનું સમર્થન કરતા કહ્યું કે, ‘મહિલાઓએ આ ફૂટબોલ મેચો જોવાની જરૂરી શું છે? ફૂટબોલ પ્લેયર્સની જાંઘો જોઈને તેમને શું ફાયદો થશે. મેચ દરમિયાન તેમનું ધ્યાન માત્ર આના પર જ રહેશે. તેઓ મેચના સ્કોરને પણ ભૂલી જાશે.’યુપીના સહારનપુર જિલ્લામાં આવેલા દારુલ ઉલૂમ દેવબંદ ૧૫૦ વર્ષ જૂની ઈસ્લામિક તાલીમ સંસ્થા છે. આ યુનિવર્સિટીમાં મુસ્લિમ ધર્મ સંબંધિત સુન્ની હનફી ધર્મશાસ્ત્ર વિશે ભણાવવામાં આવે છે. જો કે કેટલાક કટ્ટરપંથી સંગઠનો જેમ કે અફઘાનિસ્તાનમાં તાલિબાન આંદોલનના પાયા તરીકે પણ આ સંસ્થા પંકાયેલી છે.મંગળવારે લખનઉની એક મુસ્લિમ મહિલા અધિકાર કાર્યકર સાહિરા નસીહે આ ફતવાની સખત ટીકા કરતા કહ્યું કે, ‘આનો અર્થ એ થાય કે મુસ્લિમ મહિલાઓએ એથ્લેટિક (દોડ), ટેનિસ અને સ્વિમિંગ પણ ના જોવું જોઈએ. કોઈ પુરૂષને રમતા જોવું તે મહિલા માટે અનૈતિક કેવી રીતે હોઈ શકે?’

Related posts

शशि थरूर बने पीएम मोदी के फैन, बोले-अच्‍छे काम की प्रशंसा होनी चाहिए

aapnugujarat

J&K में पर्यटकों पर लगी रोक आज से हटी, सरकार ने जारी की एडवाइजरी

aapnugujarat

હોલસેલ ફુગાવો ઘટી ૩.૦૭ ટકા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1