Aapnu Gujarat
બિઝનેસ

વિશ્વના સૌથી ધનિક દેશોની યાદીમાં ભારત છઠ્ઠા સ્થાને

ન્યૂ વર્લ્ડ વેલ્થે વિશ્વના સૌથી ધનિક દેશોની યાદી બહારી પાડી છે. યાદીમાં ભારત છઠ્ઠા સ્થાને છે. ભારત પાસે કુલ મૂડી ૮૨૩૦ અબજ ડોલર છે. અમેરિકાને યાદીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. અમેરિકા
૨૦૧૭ સુધીમાં ૬૪૫૮૪ અબજ ડોલરની મુકી મૂડી ધરાવે છે. ૨૪૮૦૩ અબજ ડોલરની મૂડી સાથે ચીન બીજા ક્રમે છે અને જાપાન ૧૯૫૨૨ અબજ ડોલરની મૂડી સાથે ત્રીજા સ્થાને છે.કુલ મૂડીનો અર્થ દેશ અથવા શહેરની બધી જ વ્યક્તિઓ પાસેની વ્યક્તિગત મૂડી થાય છે. તેમાં બધા જ પ્રકારની અસ્કયામતોનો સમાવેશ થાય છે, જેમ કે મિલકત, રોકડ, ઈક્વિટી, બિઝનેસમાં નફો વગેરેનો સમાવેશ થાય છે.યાદીમાં યુનાઈટેડ કિંગ્ડમ (યુકે) ચોથા સ્થાને છે. યુકે પાસે ૯૯૧૯ અબજ ડોલરની મૂડી છે. ત્યારબાદ જર્મની (૯૬૬૦ અબજ ડોલર) પાંચમા, ફ્રાન્સ (૬૬૪૯ અબજ ડોલર) સાતમાં, કેનેડા (૬૩૯૩ અબજ ડોલર) આઠમાં, ઓસ્ટ્રેલિયા (૬૧૪૨ અબજ ડોલર) નવમાં અને ઈટાલી (૪૨૭૬ અબજ ડોલર) ૧૦માં સ્થાને છે.૨૦૧૭માં ભારતે વૈશ્વિક સ્તરે ખુબ જ સુંદર કામગીરી બજાવી છે. ભારતની મૂડી ૨૦૧૬માં ૬૫૮૪ અબજ ડોલરથી વધી ૨૦૧૭માં ૮૨૩૦ અબજ ડોલર થઈ છે, જે ૨૫ ટકાનો વધારો દર્શાવે છે.

Related posts

વેચવાલી વચ્ચે સેંસેક્સમાં ૪૯૫ પોઇન્ટનો કડાકો

aapnugujarat

ટોચની ૧૦ કંપની પૈકીની ૭ કંપનીની મૂડીમાં વધારો થયો

aapnugujarat

સ્માર્ટફોન્સની ડિમાંડમાં ઘટાડો, એપલને થયું ૬૦ અરબ ડોલરનું નુકશાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1