Aapnu Gujarat
બ્લોગ

૨૧મી સદીમાં પણ ભારતમાં પુત્રને જ મહત્વ : સર્વે

ભારતમાં આજે પણ પુત્ર પ્રાપ્તિની ઝંખના ખુબ જ પ્રબળ છે. પરિજનો આજે ૨૧મી સદીમાં પણ દિકરીઓના ગુણગાન તો બે મોઢે ગાય છે પરંતુ જ્યારે સંતાન પ્રાપ્તિની વાત આવે ત્યારે તેઓ પુત્રને જ મહત્વ આપતા હોય છે. આ બાબત ઈકોનોમિક સર્વે ૨૦૧૭-૧૮માં આ બાબત દર્શાવવામાં આવી છે. પુત્ર પ્રાપ્તિની આ ઈચ્છાના કારણે જ ૨.૧ કરોડ બાળકીઓ દંપત્તિની અનિચ્છાએ જ જન્મી હતી.
સર્વે અનુંસાર આ આંકડો એ બાળકીઓનો છે, જે પુત્રની ચાહત હોવા છતાંયે પેદા થઈ હતી અથવા માતા-પિતાએ પોતાની ઈચ્છા અનુંસાર પુત્રોની સંખ્યાને લઈને બાળક પેદા નહોતુ કરવા માંગતા. એટલું જ નહીં ૬.૩ કરોડ ગાયબ બાળકીઓનો આંકડો પણ ઈકોનોમિક સર્વેમાં બહાર આવ્યો છે. તેનો સીધો અર્થ એ છે કે ગર્ભમાં બાળકી હોવાના કારણે ૬.૩ કરોડ ભ્રૂણોની હત્યા કરવામાં આવી હતી. દર વર્ષે લગભગ ૨૦ લાખ એવી બાળકીઓ ગાયબ થઈ જાય છે.
ઈકોનોમિક સર્વેમાં દેશમાં લૈંગિક સમાનતા અને મહિલાઓના સશક્તિકરણને લઈને વધારે પ્રયત્નો કરવા જોઈએ જેથી કરીને લૈંગિક પરિણામોમાં ભારતના રેંકિગમાં સુધારો થઈ શકે તેવી સલાહ પણ આપવામાં આવી છે. સર્વે અનુંસર ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ રેંકિંગ વધારવાના પ્રયત્નોને અંતર્ગત પણ લૈંગિક સ્થિતિમાં સુધાર કરવા માટે પણ પગલાં ભરવા જોઈએ. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, લૈંગિક પરિણામો અસંતુલિત થવા પાછળ સમાજની વિચારધારા, પુત્રને વધારે પડતી પસંદગીના કારણે ‘ગાયબ’ મહિલાઓ કે ‘અનિચ્છુક’ બાળકીનો જેવા કારણો છે. ભારતીય સમાજે આ પ્રકારના ચલણને બદલવાનો નિર્ણય કરવો જોઈએ.

Related posts

EVENING TWEET

aapnugujarat

ગુજરાત ચુંટણી ભાજપ અને કોંગ્રેસ બંનેની કસોટી કરશે

aapnugujarat

सरकार की दो अच्छी पहल

editor

Leave a Comment

UA-96247877-1