Aapnu Gujarat
રમતગમત

ઓસ્ટ્રેલિયન ઓપનમાં મોટો અપસેટ : જોકોવિક પરાજિત

વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં આજે મોટો અપસેટ સર્જાઇ ગયો હતો. હોટફેવરીટ પૈકીના એક એવા સર્બિયાના નોવાક જોકોવિકની હાર થઇ હતી. દક્ષિણ કોરિયાના કિલર બનેલા હેયોન ચંગની સામે તેની હાર થઇ હતી. હેયોને રોડ લેવર એરેના ખાતે રમાયેલી આ મેચમાં જોકોવિક પર ૭-૬, ૭-૫, ૭-૬થી જીત મેળવી હતી. આની સાથે જ સાતમી વખત મેલબોર્નમાં વિજેતા બનવાની જોકોવિકની આશા ઉપર પાણી ફરી વળ્યુ હતુ. છેલ્લા કેટલાક સમયથી જોકોવિક ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો હતો. જો કે જોકોવિકે જોરદાર લડત દર્શાવી હતી. છ મહિના બાદ ટેનિસમાં ફરી એન્ટ્રી કરેલા જોકોવિકે શાનદાર રમત રમી હોવા છતાં હરીફ ખેલાડીએ તેના કરતા વધારે સારો દેખાવ કર્યો હતો. આ વખતે હજુ સુધી કેટલાક મોટા ઉલટફેર થઇ ચુક્યા છે જેમાં રશિયાની ગ્લેમર ગર્લ મારિયા શારાપોવા અને અમેરિકાની વિનસ વિલિયમ્સની હાર થઇ ચુકી છે. પુરુષોના વર્ગમાં પણ કેટલાક મોટા ખેલાડી હારી ચુક્યા છે. ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ ચાર ગ્રાન્ડસ્લેમ પૈકીની એક સ્પર્ધા છે. ઓસ્ટ્રેલિયન ઓપન દર વર્ષે મેલબોર્નમાં જાન્યુઆરીના પ્રથમ ત્રણ પખવાડિયામાં યોજાય છે. ૧૯૦૫માં ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયનશીપનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયન ઓપનમાં પુરુષ, મહિલા સિંગલ્સની સ્પર્ધા, મિક્સ ડબલ્સની સ્પર્ધા, જુનિયર ચેમ્પિયનશીપ, વ્હીલચેર, પૂર્વ ખેલાડીઓની સ્પર્ધા યોજાય છે. ૧૯૮૮ પહેલા આ સ્પર્ધા ગ્રાસકોટ ઉપર રમાતી હતી પરંતુ ત્યારબાદ તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. ૧૯૮૮ બાદ મેલબોર્ન પાર્કમાં બે પ્રકારની હાર્ડ કોર્ટ સરફેસનો ઉપયોગ કરવામાં આવે છે.ઓસ્ટ્રેલિયન ઓપનમાં બે પ્રકારના ક્વોટ બનાવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયન ઓપનનો ઇતિહાસ ખૂબ શાનદાર રહ્યો છે. ઓસ્ટ્રેલયન ઓપનમાં સૌથી વધારે ચેમ્પિયનશીપ જીતવાનો રેકોર્ડ રોય ઇમર્સને મેળવ્યો છે. ઇમર્સને છ વખત સિંગલ્સ સ્પર્ધા જીતી છે. મહિલા વર્ગમાં આ રેકોર્ડ માર્ગારેટ કોર્ટના નામે છે. માર્ગારેટ કોર્ટે ૧૧ વખત સિંગલ્સ સ્પર્ધા જીતી હતી. ઓસ્ટ્રેલિયન ઓપન દિનપ્રતિદિન રોચક બની રહી છે.
ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ આગામી દિવસોમાં વધુ રોમાંચક બને તેવા સંકેત છે. ચાહકો ભારે ઉસુક દેખાઇ રહ્યા છે. આ વખતે મુખ્ય સ્પર્ધા રોજર ફેડરર અને રાફેલ નડાલ વચ્ચે જોવા મળી રહી છે. જેથી તમામ ટેનિસ ચાહકોની નજર પણ આ બન્ને ખેલાડી પર કેન્દ્રિત થઇ ગઇ છે. વર્લ્ડ નંબર વન ખેલાડી નડાલે વર્ષ ૨૦૦૯માં આ સ્પર્ધા જીતી લેવામાં સફળતા મેળવી હતી.

Related posts

PKL 7 : Haryana Steelers defeated Bengal Warrior by 36-33

aapnugujarat

ઓસ્ટ્રેલિયન ઓપન : વિનસ વિલિયમ્સ શરૂમાં હારી ગઈ

aapnugujarat

માલ્યાને જોઇ ટીમ ઇન્ડિયા ચેરિટી ડિનરથી નીકળી ગઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1