Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં ટેકાના ભાવે વધુ ૪ લાખ ટન મગફળીની થશે ખરીદી : કેન્દ્ર સરકારે આપી મંજુરી

મગફળીના ખેડૂતો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને વધુ ૪ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવાની મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ જાહેરાત કરી છે કે કે ગુજરાત સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરશે.અગાઉ રાજ્ય સરકારે પણ એવી બાહેંધરી આપી હતી કે કેન્દ્ર સરકાર પાસે વધુ મગફળીની ખરીદીની મંજૂરી માંગવામાં આવી છે અને મગફળીની ખરીદી બંધ કરવાના કોઈ આદેશ આપ્યા નથી.
ટેકાના ભાવે મગફળી વેંચવામાં હજુ અનેક ખેડૂતોનો વારો બાકી છે. તેવા સમયે સરકાર દ્વારા આ૫વામાં આવેલી આ મંજુરીને લઇને બાકી રહી ગયેલા ખેડૂતોમાં રાહતની લાગણી પ્રસરી ગઇ છે.

Related posts

બંધારણની મર્યાદામાં રહીને પાટીદારોને અનામત અપાશે : ભરતસિંહ

aapnugujarat

Youth Cultural Festival “Ambrosia 2018” at Hare Krishna Mandir, Bhadaj

aapnugujarat

અમદાવાદમાં મોબાઈલ ચોર ટોળકી પકડાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1