Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સ ૨૮૬ પોઇન્ટ ઉછળીને બંધ

શેરબજારમાં આજે પણ જોરદાર તેજી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૨૮૬ પોઇન્ટ ઉછળીને ૩૫૭૯૮ની ઉંચી સપાટી પર રહ્યો હતો. આવી જ રીતે નિફ્ટી ૭૨ પોઇન્ટ ઉછળીને ૧૦૯૬૬ની ઉંચી સપાટી પર રહ્યો હતો. બેન્ચમાર્ક ઇન્ડેક્સ ઓલટાઇમ હાઇ સપાટએ રહ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં જોરદાર તેજી રહી હતી. તેમાં રેકોર્ડ ત્રિમાસિક નફાની સ્થિતી રહી હતી. હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં બહુમતિ હિસ્સેદારી ખરીદી લેવા માટેન જાહેરાત ઓઇલ એન્ડ ગેસ દ્વારા કરવામાં આવ્યા બાદ તેની અસર પણ બજાર પર જોવા મળી હતી. ઓએનજીસીના શેરમાં ૬.૩ ટકાનો મોટો ઉછાળો રહ્યો હતો. રિલાયન્સના શેરમાં ૨.૫ ટકા સુધીનો ઉછાળો રહ્યો હતો. અન્ય અનેક શેરમાં પણ તીવ્ર તેજી રહી હતી. સતત બીજા કારોબાર સેસનમાં જોરદાર તેજી જામી હતી. ત્રિમાસિક ગાળાના પરિણામને લઇને બજારમાં આશા દેખાઇ રહી છે. ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાયનાન્સ દ્વારા મંગળવારના દિવસે તેના પરિણામ જાહેર કરનાર છે. આવી જ રીતે ડોક્ટર રેડ્ડી અને મારૂતિ ગુરૂવારના દિવસે એટલે કે ૨૫મી જાન્યુઆરીના દિવસે તેના પરિણામ જાહેર કરનાર છે. સંસદનુ બજેટ સત્ર ૨૯મી જાન્યુઆરીથી શરૂ થઇ રહ્યુ છે. વર્ષ ૨૦૧૮-૧૯ માટેનુ બજેટ પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ ૨૯મી જાન્યુઆરીના દિવસે બન્ને ગૃહના સંયુક્ત સત્રને સંબોધન કરનાર છે. આર્થિક સર્વે પણ એજ દિવસે જારી કરવામાં આવનાર છે. ન્યુજેન સોફ્ટવેર અને અમ્બેર એન્ટરપ્રાઇઝ આગામી સપ્તાહમાં શેરબજારમાં લિસ્ટેટ થનાર છે. બન્ને કંપનીઓએ તેમના આઇપીઓ ગયા સપ્તાહમાં જ પૂર્ણ કરી લીધા હતા. ન્યુજેનો ઇસ્યુ ૮.૨૫ ગણો છલકાયો હતો. અમ્બેરનો ઇસ્યુ ૧૬૫.૪૨ ગણો છલકાયો હતો. એકમોટા ઘટનાક્રમમાં ઓઇલ એન્ડ ગેસે હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં સરકારની ૫૧.૧૧ ટકા હિસ્સેદારીને મેળવી લેવાની તૈયારી દર્શાવી છે. ે.૨૦૧૮ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટનો ગાળો ૨૫મી જાન્યુઆરીએ પૂર્ણ થશે. શુક્રવારના દિવસે બીએસઇ સેંસેક્સ ૨૫૧ પોઇન્ટ ઉછળીને ૩૫૫૧૧ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફ્ટીમાં ૧૦૮૯૪ની સપાટી જોવા મળી હતી.
એક વખતે નિફ્ટી ૧૦૯૦૦ની ઉંચી સપાટી પર પહોંચી ગયો હતો. સાપ્તાહિક આધાર પર ૧૫મી જાન્યુઆરીથી લઇને ૧૯મી જાન્યુઆરી વચ્ચેના ગાળામાં ૩૦ શેર સેંસેક્સમાં ૬૬૮ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. અથવા તો તેમાં આશરે બે ટકાનો સુધારો રહ્યો હતો. આવી જ રીતે નિફ્ટી ૧૫૩ પોઇન્ટ અથવા તો ૧.૪૨ ટકા ઉછળીને બંધ રહ્યો હતો. શેરબજારમાં સક્રિય રહેલા કારોબારીઓ હાલમાં બજેટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. બજેટ વર્તમાન મોદી સરકારના અંતિમ બજેટ તરીકે છે. જેથી તેને લઇને ઘણી આશા રાખવામાં આવી રહી છે. મોદી સરકારના અંતિમ બજેટ બાદ સામાન્ય ચૂંટણી આવનાર છે. જેથી સરકારની સામે પણ કેટલાક પડકારો રહેલા છે. તમામ વર્ગના લોકોને ખુશ કરવા માટે તેની સામે પડકારો છે.

Related posts

मिशेल क्रिश्चियन को बचाने कांग्रेस ने उतारे वकील : पात्रा

aapnugujarat

હવે ટ્રેન ચલાવતા પહેલા ડ્રાઈવરોએ મોબાઈલ સ્વિચ ઑફ કરવા પડશે

aapnugujarat

ભારતમાં બેરોજગારીનો દર ૩.૫ ટકા સુધી રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1