Aapnu Gujarat
મનોરંજન

જાણીતા સંગીતકાર ટૉમ પેટીનું પેઇન કીલરનો ઓવરડોઝ લેવાના કારણે મોત

સંગીતકાર ટૉમ પેટીનું પેઇન કીલરના ઓવરડોઝ લેવાના કારણે મોત નિપજ્યું છે. પેટીના પરિવારજને જણાવ્યું કે પેટી અનેક ગંભીર બિમારીઓથી પીડાતો હતો, તેના શરીરનો કમરથી નીચેનો ભાગ ભાંગી ગયો હતો.પેટીનો પરિવાર શુક્રવારે સવારે ચિકિત્સકને મળ્યો હતો અને સાંજે તેમણે ફેસબુક દ્વારા પેટીના પ્રસંશકોને તેમના નિધનની જાણ કરી હતી. પેટી ગત વર્ષે મોલીબુ ખાતેના નિવાસસ્થાનેથી બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે તે વધારે માત્રામાં પેઇનકિલર લેતો હતો.નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેના શરીરના કમરથી નીચેના ભાગે કામ કરવાનું બંધ કરી દીધું હતું અને તેને અસહ્ય પીડા થઇ રહી હતી. જેના કારણે તે વધારે પડતી પેઇન કીલર લેતો હતો.પેટીએ ૮૦ના દશકમાં ટ્રાવેલિંગ વિલબ્યુરસ નામના ગ્રુપની શરૂઆત કરી હતી. તે બોબ ડિલન, રોય આર્બિશન, જેફ લાઇન અને જ્યોર્જહેરિશન સાથે આલ્બમ રેકોર્ડ કરી ચુક્યો છે.

Related posts

પ્રિયા પ્રકાશને રોહિત શેટ્ટીની ‘સિમ્બા’માં કામ કરવાની ઑફર મળી

aapnugujarat

ડેઝી શાહ પાસે રામરતન નામની રોમાન્સ ફિલ્મ છે

aapnugujarat

મેઘનાની ફિલ્મમાં દિપિકા કામ કરવા તૈયાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1