Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઝારખંડમાં ધુમ્મસ વચ્ચે અકસ્માત : આઠનાં મોત

બિહાર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં તાપમાનમાં ઘટાડો થયો છે. ધુમ્મસના કારણે હાલત કફોડી બનેલી છે. ધુમ્મસના કારણે અકસ્માતો પણ થઇ રહ્યા છે. ઝારખંડના ડુમકામાં બે વાહનો અથડાતા આઠ લોકોના મોત થયા છે. બે લોકો ઘાયલ થયા હોવાની પણ માહિતી મળી છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે બચાવ અને રાહત કામગીરી તરત જ હાથ ધરી હતી. પોલીસે કહ્યું છે કે, મૃત્યુ પામેલા તમામ લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે જ્યારે ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આજે સવારે ટ્રક અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ધુમ્મસના કારણે આ બંને વાહનના ચાલક એકબીજાને જોઈ શક્યા ન હતા. પોલીસે મામલાની તપાસ હાથ ધરી છે. ઘાયલ થયેલા લોકો ભાનમાં આવ્યા બાદ તેમના નિવેદન નોંધવામાં આવશે. હાલમાં ધુમ્મસના કારણે એક પછી એક અકસ્માતો થઇ રહ્યા છે. દેશના જુમ્મુ કાશ્મીર અને હિમાચલમાં મોટાભાગના વિસ્તારોમાં પારો માઇનસમાં છે જ્યારે ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી વચ્ચે ધુમ્મસની ચાદર છવાયેલી છે જેના કારણે અકસ્માતો હાલના સમયમાં વધી ગયા છે.

Related posts

Petrol 64 पैसे और डीजल 59 पैसे महंगा हुआ

editor

ત્રિપલ તલાક અંગે બિલને લઇને રાજ્યસભામાં જોરદાર હોબાળો

aapnugujarat

મહારાષ્ટ્ર અને યુપીની બેઠકની પેટાચૂંટણી માટે આવતીકાલે મતદાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1