Aapnu Gujarat
ગુજરાત

નેતન્યાહુએ પણ મોદીને બે અનોખી જીપો ભેટ આપી

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ ગુજરાતમાં અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે ઇઝારાયલથી લઇને આવેલ બે અનોખી જીપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ આપી હતી. આ જીપની ખાસ વિશેષતા એ છે કે, આ જીપમાં તૈયાર કરાયેલી સીસ્ટમ દરિયાઇ ખારા પાણીને મીઠુ કરી દે છે અને ગંદા પાણીને શુધ્ધ કરી શકે છે. નેતન્યાહુની આ મોંઘેરી ભેટ બાવળાના સૂઇ ગામને અર્પણ કરવામાં આવી હતી. આ જીપે ઇન્ટીગ્રેટેડ વોટર પ્યોરિફેકશન વ્હીકલ છે કે જેની કિંમત રૂ.૧.૧૧ લાખ ડોલર છે. એક જીપ દિવસમાં દરિયાનું વીસ હજાર લિટર અને નદીનું ૮૦ હજાર લિટર પાણી શુધ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે. ગાંધી આશ્રમની મુલાકાત બાદ ઇઝરાયલના વડાપ્રધાન અને મોદી બાવળા ખાતે આઇક્રિએટ સેન્ટરની મુલાકાત માટે પહોંચ્યા હતા જયાં ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ દ્વારા વડાપ્રધાન મોદીને ભેટ અપાયેલી ખાસ પ્રકારની જીપનું સૂઇગામ ખાતે લોકાર્પણ કરાયું હતું. નેતન્યાહુ અને મોદીએ બટન દબાવી આ જીપને લોકોના ઉપયોગ માટે ખુલ્લી મૂકી હતી. ઇઝરાયલની મહિલા નિષ્ણાતે આ જીપ દ્વારા શુધ્ધ થયેલું પાણી ઉપસ્થિત લોકોને પીવડાવી તેની વિશેષતા અને મહત્તાનો પરિચય કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલના પ્રવાસે ગયા હતા ત્યારે તેમણે ઇઝરાયલના વડાપ્રધાને તેમને આવી જીપમાંથી શુધ્ધ થયેલુ પાણી મોદીને પીવડાવ્યું હતું. નેતન્યાહુએ દિલ્હીની મુલાકાત દરમ્યાન મોદીને જણાવ્યું કે, આપણે ગયા વર્ષે ઓલ્ગા બીચ પર જૂતા પહેર્યા વગર લટાર મારવા નીકળ્યા ત્યારે આ જીપ દ્વારા દરિયાનું ખારૂ પાણી મીઠુ(શુધ્ધ) કરીને પીધું હતું. મોદીએ પણ આ યાદો જાણે આજના પ્રસંગ દરમ્યાન તાજા કરી નેતન્યાહુના અહોભાવને વધાવી લીધો હતો.

Related posts

રવિવારે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સતત બીજા વર્ષે એમજી વડોદરા મેરેથોનને પ્રસ્થાન કરાવશે

aapnugujarat

૮૨૨ ઉમેદવાર પૈકીના ૧૦૧ ઉમેદવારો સામે ફોજદારી કેસ

aapnugujarat

રતનપુર અને લાંબડીયા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1